ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi to Speak Putin: PM મોદીએ પુતિન સાથે કરી વાત કહ્યુ, ઝેલેન્સકી સાથે સીધી વાતચીતનું કર્યું સૂચન - President of Ukraine Zelensky

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Russia Ukraine War) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી (Prime Minister Modi spoke to President Putin) વાત કરી. મોદીએ પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સીધી વાત કરવા પણ વિનંતી કરી હતી.

Russia Ukraine War: PM મોદીએ પુતિન સાથે વાત કરી, ઝેલેન્સકી સાથે સીધી વાતચીતનું સૂચન કર્યું
Russia Ukraine War: PM મોદીએ પુતિન સાથે વાત કરી, ઝેલેન્સકી સાથે સીધી વાતચીતનું સૂચન કર્યું

By

Published : Mar 7, 2022, 6:29 PM IST

નવી દિલ્હી:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Russia Ukraine War) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી ફોન પર વાતચીત (Prime Minister Modi spoke to President Putin) કરી. આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેનની ઉભરતી સ્થિતિ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને યુક્રેન અને રશિયાની વાતચીતની સ્થિતિ વિશે પણ માહિતી આપી હતી.

આ પણ વાંચો:યુક્રેનમાં 11 દિવસના યુદ્ધ બાદ આખરે રશિયન સેનાએ યુદ્ધવિરામની જાહેરાત કરી

રાષ્ટ્રપતિ પુતિને સુરક્ષિત સ્થળાંતર માટે સહયોગની ખાતરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને તેમની ટીમો વચ્ચે ચાલી રહેલી વાતચીત (PM Modi to Speak Putin) સિવાય યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે સીધી વાતચીત કરવા વિનંતી કરી હતી. વડાપ્રધાન મોદીએ યુદ્ધવિરામની જાહેરાત અને સુમી સહિત યુક્રેનના ભાગોમાં માનવતાવાદી કોરિડોર બનાવવાની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને વહેલામાં વહેલી તકે બહાર કાઢવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને તેમના સુરક્ષિત સ્થળાંતર માટે તમામ સંભવિત સહયોગની ખાતરી આપી છે.

ચાર શહેરોમાં યુદ્ધવિરામ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદીની વાતચીત વચ્ચે રશિયાએ 4 વિસ્તારોમાં યુદ્ધવિરામની જાહેરાત (Russia Announcement ceasefire) કરી છે. તેનાથી યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળશે. યુક્રેનના 4 વિસ્તારોમાં જ્યાં રશિયાએ યુદ્ધવિરામની જાહેરાત કરી છે, તેમાં રાજધાની કિવ તેમજ માર્યુપોલ, ખાર્કિવ અને સુમીનો સમાવેશ થાય છે. સુમીમાં લગભગ 700 ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ ફસાયેલા છે. અત્યાર સુધી એટલો બધો ગોળીબાર થયો હતો કે, વિદ્યાર્થીઓને બહાર નીકળવાની તક મળી રહી ન હતી, હવે યુદ્ધવિરામની ઘોષણા સાથે ભારત સરકારે અહીં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો:કેન્દ્ર સરકાર યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓનો મેડિકલ કોર્સ પૂર્ણ કરે, PMને મુખ્યપ્રધાનોની અપીલ

ઝેલેન્સ્કી સાથે 35 મિનિટની વાતચીત

પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી (President of Ukraine Zelensky) સાથે પણ વાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સોમવારે સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે 35 મિનિટની ફોન પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details