ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અક્ષય તૃતીયા, પરશુરામ જયંતિ તેમજ ઈદની પાઠવી શુભેચ્છા - મોદીએ ઈદની પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અક્ષય તૃતીયા પરશુરામ જયંતિ અને ઈદ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

modi
modi

By

Published : May 14, 2021, 11:50 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અક્ષય તૃતીયા પરશુરામ જયંતિ અને ઈદ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અક્ષય તૃતીયાની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, તેઓ તમામ દેશવાસીઓને અક્ષય તૃતીયાની શુભેચ્છા પાઠવે છે. શુભ કાર્યોની સિદ્ધી સાથે સંકળાયેલા આ પવિત્ર તહેવાર આપણને કોરોના મહામારી પર વિજયના આપણા સંકલ્પને વાસ્તવિકતા બનાવવાની શક્તિ આપે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અક્ષય તૃતીયાની શુભેચ્છા પાઠવી

ભગવાન પરશુરામની જયંતીની પણ આપી શુભકામના

બીજા અન્ય એક ટ્વિટમાં તેઓએ કહ્યું કે, ભગવાન પરશુરામની જયંતીના પાવન અવસર પર બધા જ દેશવાસીઓને શુભકામનાઓ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરશુરામ જયંતિની પાઠવી શુભેચ્છા

અક્ષય તૃતીયાના દિવસે થાય છે શુભ કાર્યો

અક્ષય તૃતીયા અથવા અખા ત્રીજને વૈશાખ માસમાં શુક્લ પક્ષની તૃતીયા તિથિ તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેના શુભ પરિણામો મળે છે. આથી જ તેને "અક્ષય તૃતીયા" કહેવામાં આવે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઈદના પાઠવ્યા અભિનંદન

તો બીજી તરફ ઈદના પાવન તહેવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટ કરીને ઈદના પ્રસંગે અભિનંદન પાઠવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઈદના પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાન મોદીએ ઈદ-ઉલ-ફિતરના પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન મોદીએ ઈદ-ઉલ-ફિતરના પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી તેમજ કોરોના મહામારીનો સામનો કરી રહેલા દેશને જલ્દીથી સંકટમાંથી બહાર આવે તેમજ સામૂહિક પ્રયાસો અને માનવ કલ્યાણ માટે કાર્ય કરે.

વડાપ્રધાન મોદીએ ઈદ-ઉલ-ફિતરના પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

ABOUT THE AUTHOR

...view details