- આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે 21મી સદીનું ભારત
- UP દેશના સૌથી મોટા કનેક્ટેડ ક્ષેત્રમાં પરિવર્તિત થઈ રહ્યું છે
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજનીતિનો નહીં, રાષ્ટ્રનીતિનો ભાગ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister narendra modi)એ ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. આ અવસર પર સંબોધિત કરાત PM મોદીએ કહ્યું કે, તમને સૌને, દેશના તમામ લોકોને ઉત્તર પ્રદેશના ભાઈ-બહેનોને નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (noida international airport)ના ખુબ ખુબ અભિનંદન. આનો ઘણો મોટો લાભ દિલ્હી-NCR અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ (delhi ncr and west uttar pradesh)ના કરોડો લોકોને થશે.
નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે દરેક પ્રકારની કનેક્ટિવિટી
PM મોદીએ કહ્યું કે, "21મી સદીનું ભારત (21st century india) એક એકથી ચઢિયાતા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (modern infrastructure)નું નિર્માણ કરી રહ્યું છે. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ કનેક્ટિવિટી (noida international airport connectivity)ની દ્રષ્ટિએ પણ એક અત્યંત સારું મૉડલ બનશે. અહીં આવવા માટે ટેક્સીથી લઇને મેટ્રો અને રેલવે સુધી દરેક પ્રકારની કનેક્ટિવિટી (connectivity) હશે. મોદીએ કહ્યું કે, આજે દેશમાં જેટલા ઝડપથી એવિએશન સેક્ટર (aviation sector in india)માં વૃદ્ધિ થઈ રહી છે, જે ઝડપથી ભારતીય કંપનીઓ સેંકડો નવા વિમાનો ખરીદી રહી છે તેમના માટે પણ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘણી મોટી ભૂમિકા હશે.
પશ્ચિમ UPના હજારો લોકોને રોજગારી મળશે
વડાપ્રધાને કહ્યું કે, હવે તો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે (delhi-mumbai expressway) પણ તૈયાર થવાનો છે. તેનાથી પણ અનેક શહેરો સુધી પહોંચવું સરળ થઈ જશે. એટલું જ નહીં, અહીંથી ડેડિકેટ ફ્રેટ કૉરિડોર (dedicated freight corridor) માટે પણ સીધી કનેક્ટિવિટી હશે. PMએ કહ્યું કે, એરપોર્ટના નિર્માણ દરમિયાન હજારો રોજગારની તકો ઉભી થાય છે. એરપોર્ટને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે પણ હજારો લોકોની જરૂર પડે છે. આ એરપોર્ટ પશ્ચિમ UPના હજારો લોકોને નવી રોજગારી આપશે.
ઉત્તર પ્રદેશ જેના માટે હકદાર છે તે મળવાનું શરૂ થયું છે: PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દેશમાં ઉડ્ડયન ક્ષેત્ર જેટલી ઝડપથી વધી રહ્યું છે, જે ઝડપે ભારતીય કંપનીઓ સેંકડો નવા એરક્રાફ્ટ ખરીદી રહી છે, તેના માટે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ મોટી ભૂમિકા ભજવશે. એટલું જ નહીં, અહીંથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે સીધી કનેક્ટિવિટી પણ હશે. PM મોદીએ કહ્યું કે, આઝાદીના 7 દાયકા બાદ પહેલીવાર ઉત્તર પ્રદેશ (uttar pradesh)ને એ મળવાનું શરૂ થયું છે, જેનું તે હંમેશાથી હકદાર રહ્યું છે. ડબલ એન્જિન સરકાર (double angine government)ના પ્રયત્નોથી આજે ઉત્તર પ્રદેશ દેશના સૌથી મોટા કનેક્ટેડ ક્ષેત્રમાં પરિવર્તિત થઈ રહ્યું છે.