- મહારાષ્ટ્રમાં ફરી લાગુ થઇ શકે છે લોકડાઉન
- મંત્રાલય અને સરકારી કચેરીઓમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ
- ઉદ્ધવ ઠાકરેએ સિનિયર ઓફિસર્સ અને આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સાથે બેઠક યોજી
મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના નિયમોનું પાલન ન કરવાને કારણે લોકડાઉન માટેની તૈયારીની સૂચના આપી છે. આ અંતર્ગત મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સિનિયર ઓફિસર્સ અને આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સાથે બેઠક યોજી હતી. ઉદ્ધવ ઠાકરેએ બેઠક બાદ લોકડાઉન લાગૂ કરવા અંગેનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો -મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત
કોરોનાના વધતા પ્રમાણને કારણે આરોગ્ય સુવિધાઓ ઘટી
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા પ્રમાણને કારણે આરોગ્ય સુવિધાઓ ઘટી રહી છે. આ જોતાં તેમણે આ સૂચનાઓ આપી છે. મુખ્યપ્રધાને મંત્રાલય અને સરકારી કચેરીઓમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ પણ આપ્યો છે.
આ પણ વાંચો -મહારાષ્ટ્રમાં રાત્રિ કર્ફ્યૂમાં આ નિયમોનું કરવું પડશે પાલન
મહારાષ્ટ્રમાં કોવિડ 19ના વધતા કેસોને લઈને સમગ્ર રાજ્યમાં ગુરુવારના રોજ રાતથી નાઇટ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો લોકો કોવિડ 19ના સુરક્ષા નિયમોનું પાલન નહીં કરતા તો કડક પગલાઓ લેવામાં આવી શકે છે. આ સિવાય મહારાષ્ટ્ર સરકારે રાજનીતિક અને ધાર્મિક સહિત બધા જ પ્રકારની સભાઓના આયોજન પર પ્રતિબંધની ઘોષણા કરી છે.
આ પણ વાંચો - મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં 28 માર્ચથી નાઇટ કરફ્યૂ લાગૂ કરાશે
રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ
બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, રેસ્ટોરન્ટ, બગીચા, મોલ રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી બંધ રહેશે. આદેશમાં એ પણ કહ્યું છે કે, લોકોને રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી સમુદ્ર કિનારે જવાની અનુમતિ નહીં હોય. સિનેમા થિયેટર પણ શનિવાર રાતથી બંધ રહેશે. આ આદેશ શનિવારની મધ્યરાત્રિથી લાગૂ કરાશે. જો કે, સરકારે તેની નવી માર્ગદર્શિકામાં રાત્રે ખોરાકની ડિલીવરીમાં રાહત આપી છે.