અમદાવાદઃસ્વામિનારાયણ સમાજના લોક સેવા સાંસ્કૃતિક પ્રચાર અને અધાત્મક ક્ષેત્ર, અનન્ય યોગદાન આપનાર શરૂ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં યોજાશે. સરદાર પટેલ રિંગ રોડ પર આંતરરાષ્ટ્રીય કક્ષાની (International Event Ahmedabad) કોઈ ઈવેન્ટ હોય એવી ઉજવણીની તડામાર (Pramukh Swami Nagar Ahmedabad) તૈયારીઓ થઈ રહી છે. જેમાં દરેક સ્તરના દેશ વિદેશના લાખો લોકો પ્રમુખસ્વામી મહારાજની હૃદયપૂર્વક ભાવાંજલિ આપવા હાજર રહેશે. આ સાથે એક સમગ્ર એક નગર અહીં ઊભું કરવામાં આવ્યું છે. જેની અંદર વિવિધ સંસ્કૃતિ,કલ્ચર વન્ડરલેન્ડ, સાંસ્કૃતિક પ્રવેશદારો, ભવ્ય, સ્મારક પ્રતિમા, (Akshardham Exhibition Ahmedabad) પ્રદર્શન ખંડો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
600 એકરમાં નગરઃતારીખ 15 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023 સુધી ચાલનારા પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ખાસ વાત એ છે કે, અહીં 600 એકરની જમીન પર એક નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા ખંડ તૈયાર કરીને એક ઝાંખી ઊભી કરવામાં આવી છે. આ નિર્માણકાર્ય છેલ્લા એક વર્ષથી ચાલું છે. જે હવે અંતિમ તબક્કામાં છે. જેને તારીખ 15 ડિસેમ્બરના રોજ ખુલ્લુ મૂકવામાં આવશે. આ નગરનું નામ પ્રમુખસ્વામી મહારાજ નગર અપાયું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરની અંદર વિવિધ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિનું થવાની છે. આ સાથે જ અનેક એવા આધ્યાત્મિક આકર્ષણ પણ જોવા મળશે.
7 ગેટથી પ્રવેશઃપ્રમુખસ્વામી મહારાજના નગરમાં પ્રવેશ મેળવવા માટે કુલ 7 સાંસ્કૃતિક પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સરદાર પટેલ રીંગ રોડ પરથી પ્રમુખસ્વામી મહારાજનો મુખ્ય પ્રદેશ દ્વારા જોઈ શકાશે. જે મુખ્ય પ્રવેશદ્વાર 280 ફૂટ પહોળો અને 51 ફૂટ ઊંચો છે. જ્યારે અન્ય છ પ્રવેશદ્વારમાં કડા અને કારીગરની નમૂનો જોવા મળી રહ્યો છે. જે 116 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવે છે.
30 ફૂટની પ્રતિમાઃઆ નગરની અંદર પ્રવેશતા જ એક વિશાળ ચોક તૈયાર કરાયો છે. જેમાં 15 ફૂટ ઊંચી પીઠિકા પર ભ્રમણ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી પ્રતિમા મૂકાશે. જે સૌથી મોટું અને મહત્ત્વ આકર્ષણ બની રહેશે. જેને વંદન કરીને તમામ ભક્તો તથા મુલાકાતીઓ અંજલી આપશે. આ સાથે જ નગરની મધ્યમાં દિલ્હીમાં આવેલા ભવ્ય અક્ષરધામની (Akshardham Temple Delhi) પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેનો એક નઝારો લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. અક્ષરધામ મંદિરની 67 ફૂટ ઊંચી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. જે માટે ખાસ કારીગરોને અહીં કામ આપવામાં આવ્યું છે.