ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિવપાલ યાદવે PM મોદી અને યોગીને કર્યા ફોલો, શું આ બીજેપીમાં જોડાવાના સંકેત છે! - ભાજપ તરફથી લીલી ઝંડી

પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલ યાદવે શનિવારે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ અને પૂર્વ ડેપ્યુટી સીએમ દિનેશ શર્માને ફોલો કરવાનું શરૂ (shivpal yadav follows bjp leaders) કર્યું. માનવામાં આવે છે કે, ભાજપ તરફથી લીલી ઝંડી (shivpal yadav in bjp) મળતા જ શિવપાલ સપાને અલવિદા કહી શકે છે.

શિવપાલ યાદવે ઝશ મોદી અને યોગીને કર્યા ફોલો, શું આ બીજેપીમાં જોડાવાના સંકેત છે!
શિવપાલ યાદવે ઝશ મોદી અને યોગીને કર્યા ફોલો, શું આ બીજેપીમાં જોડાવાના સંકેત છે!

By

Published : Apr 2, 2022, 6:27 PM IST

Updated : Apr 2, 2022, 6:57 PM IST

લખનઉ:પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ યાદવના (pragatisheel samajwadi party president shivpal yadav) પગલાથી સમાજવાદી પાર્ટીના કુળમાં હલચલ મચી ગઈ છે. શિવપાલ યાદવે શનિવારે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ અને પૂર્વ ડેપ્યુટી સીએમ દિનેશ શર્માને ફોલો (shivpal yadav in bjp) કરવાનું શરૂ કર્યું. આ પહેલીવાર છે, જ્યારે શિવપાલ યાદવ ભાજપના મોટા નેતાઓને ફોલો (shivpal yadav follows bjp leaders) કરી રહ્યા છે.

શિવપાલે ઝશ મોદી અને યોગીને કર્યા ફોલો,શું આ બીજેપીમાં જોડાવાના સંકેત છે!

આ પણ વાંચો:ઘરે ભણાવવા આવતા હતા શિક્ષિકા, બાથરૂમમાં જતા જ વિદ્યાર્થીએ બનાવ્યો વીડિયો

ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત:26 માર્ચે લખનૌમાં સપા ધારાસભ્યોની બેઠકમાં આમંત્રણ ન મળવાથી નારાજ શિવપાલ યાદવ ઇટાવા ગયા હતા, ત્યાંથી તેઓ દિલ્હી ગયા અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. લખનૌ પરત આવ્યા બાદ તેમણે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને જલ શક્તિ પ્રધાન સ્વતંત્ર દેવ સિંહ સાથે પણ મુલાકાત કરી, આ પછી એવી અટકળો વહેતી થઈ હતી કે, ટૂંક સમયમાં શિવપાલ યાદવ ભાજપમાં જોડાઈ શકે છે.

આ પણ વાંચો:શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ કરી જાહેર

શિવપાલ અખિલેશ યાદવથી નારાજ:2022ની યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા અખિલેશ યાદવ દ્વારા શિવપાલને સપાના કુળમાં જોડવામાં આવ્યાં હતા, તેથી કહેવાય છે કે હવે કાકા-ભત્રીજા વચ્ચેની ખાઈ ઘટી ગઈ છે. શિવપાલ યાદવના નજીકના લોકોને ટિકિટ ન મળવાથી અને પોતાની જાત પર વધુ ધ્યાન ન મળવાને કારણે શિવપાલ ફરી એકવાર અખિલેશ યાદવથી નારાજ છે. ચૂંટણી પરિણામો પછી, તેમની અવગણના કરવામાં આવી હતી અને સપા ધારાસભ્ય દળની બેઠકમાં બોલાવવામાં આવ્યા ન હતા. શિવપાલે આ અંગે નારાજગી વ્યક્ત કરી અને નેતાજીને મળ્યા. એવું માનવામાં આવે છે કે, ભાજપના નેતાઓને મળ્યા બાદ મુલાયમે શિવપાલને તેમના નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી દીધી છે.

Last Updated : Apr 2, 2022, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details