હૈદરાબાદઃ આ વર્ષના ગરીબી હટાવો દિવસની થીમ છે 'સન્માનજનક કાર્યો અને સામાજિક સુરક્ષા'. દરેક માટે ગરિમાપૂર્ણ વ્યવહાર. સપ્ટેમ્બર 2023માં વર્લ્ડ બેન્ક દ્વારા આંકડા બહાર પાડવામાં આવ્યા છે. જે અનુસાર સમગ્ર વિશ્વમાં ગરીબી રેખા નીચે 70 કરોડથી વધુ લોકો જીવન જીવે છે. તેમની દૈનિક આવક 2.15 ડોલરથી પણ ઓછી છે. 186 કરોડ વસ્તીની દૈનિક આવક 3.65 ડોલર છે. સૌથી વધુ દક્ષિણ એશિયામાં 44 ટકા અને સહારા દેશોમાં 38 ટકા લોકો ગરીબ છે. અત્યારે રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ યુદ્ધને લીધે પરિસ્થિતિ વકરી ગઈ છે.
થોડા દિવસ અગાઉ અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કાર માટે ક્લાઉડિયા ગોલ્ડિનની પસંદગી કરવામાં આવી છે. જે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર છે. તેમણે મહિલા શ્રમ બજાર પર વિશેષ અધ્યયન કર્યુ છે. તેમણે 200 વર્ષ જૂના ડેટાને પોતાના અભ્યાસનો એક ભાગ બનાવ્યો છે. તેમણે તારવ્યું કે લીંગભેદને લીધે આવક અને રોજગાર દરમાં પરિવર્તન આવે છે. અર્થશાસ્ત્રમાં નોબલ જીતનારી તે ત્રીજી મહિલા છે. 2009માં ઓલિવર સ્ટ્રોમ અને 2019માં ડુફલો આ પુરસ્કાર જીતી ચૂકી છે.
જ્યાં સુધી ભારતનો સવાલ છે ત્યાં સુધી નીતિ આયોગે 2023માં ભારતની ગરીબી સંદર્ભે નેશનલ મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ જાહેર કર્યો હતો. આ ઈન્ડેક્સ માટે આયોગે 12 ઈન્ડિકેટર્સનો ઉપયોગ કર્યો હતો. આરોગ્ય, શિક્ષણ જીવન સ્તર સાથે સંકળાયેલ ઈન્ડિકેટર્સ હતા. તેમના અનુસાર જીવન સ્તરમાં ખૂબ ઘટાડો થયો છે. બિહાર, યુપી, મધ્ય પ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં ગરીબી ખૂબ જ છે. જો કે આ રાજ્યોમાં રાષ્ટ્રીય સ્તરે સરેરાશથી વધુ ગરીબી નોંધાઈ છે. બિહારમાં 34, ઝારખંડમાં 28.8, યુપીમાં 23, એમપીમાં 21, અસમમાં 19, છત્તીસગઢમાં 16 ટકા ગરીબી નોંધાઈ છે. તેલંગાણામાં 6 અને આંધ્રપ્રદેશમાં 6 ટકા છે. આયોગે 2015-16થી લઈ 2019-21ના વર્ષ દરમિયાનના આંકડાનો અભ્યાસ કરીને આ તારણ કાઢ્યું હતું.
ગરીબી ઘટાડવા માટે સ્કૂલિંગ, સ્વચ્છતા, ઈંધણ અને પૌષ્ટિક આહાર મોટી ભૂમિકા ભજવે છે. જો કે ખાદ્ય સુરક્ષાની સ્થિતિ અને વિશ્વમાં જોતા 74 ટકા લોકો આરોગ્ય પાછળ પૈસા ખર્ચવા માટે અસમર્થ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણ-5 અનુસાર 2019-21માં 15-49 વર્ષીય મહિલાઓ એનિમીયાથી પીડિત હતી.
કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને કહ્યું હતું કે, હંગરના મુખ્ય ત્રણ સ્વરુપો છે. પહેલું અનાજમાં કેલરીની ખામી, બીજુ પ્રોટિનની ખામી, જે મુખ્યત્વે દૂધ, ઈંડા, માછલી અને મીટમાંથી પ્રચૂર માત્રામાં મળી રહે છે. ત્રીજું છે ખનિજની ખામી. જેમાં આયર્ન, આયોડિન, ઝિંક, વિટામિન એ, વિટામિન બી વગેરેનો સમાવેશ થાય છે. તેથી ગરીબી ઓછી કરવા માટે આવક વધારવી પડશે અને તેના માટે પ્રોડક્ટિવ રોજગાર હોવો આવશ્યક છે.
અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા લોકો જેમનો કોઈ લેખા જોખા નથી તેમની સ્થિતિ બહુ વિકટ છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન અનુસાર લેટિન અમેરિકા, સબ સહારન અને દક્ષિણ એશિયાના દેશોમાં બે અરબથી વધુ લોકો અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે.
58 ટકા ઈન્ફોર્મલ સેક્ટર એવા છે જ્યાં મહિલા સાથે ભેદભાવ જોવા મળે છે. મહિલાઓને રોજગારી પણ ઓછી ચૂકવવામાં આવે છે. યૌન શોષણનો પણ ખતરો રહે છે. ભારતમાં કૃષિ, નિર્માણ અને સેવાના સેક્ટર્સમાં 90 ટકા વર્કફોર્સ અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. પ્લેફોર્મ વર્કર પણ એક નવા પ્રકારનું ઈન્ફોર્મલ સેક્ટર છે. 80 લાખ લોકો તેમાં કાર્યરત છે. આ સ્માર્ટફોન ક્રાંતિ સાથે સંકળાયેલ છે જેને ગિગ વર્ક પણ કહેવામાં આવે છે.
સામાજિક સુરક્ષાનો અર્થ સ્વાસ્થ્ય વીમા અને પેન્શન સાથે સંકળાયેલ છે. સવાલ એ છે કે આને કોણ પૂરો પાડશે? સરકાર કે પ્લેટફોર્મ કંપની. આ લોકોને કંપની પોતાના કર્મચારી ગણતી નથી. તેથી તેમણે આ લાભ પણ મળતા નથી. આ સ્થિતિમાં સરકાર જ સૌથી શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. જો કે પ્લેટફોર્મ કંપનીઓ ફંડ દ્વારા યોગદાન કરી શકે છે. આવા પ્લેટફોર્મને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે ટાઈઅપ કરવું જોઈએ. કોર્પોરેશન પ્લેટફોર્મ કંપની સાથે સંકળાયેલ યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ સર્ટિફિકેટ પ્રદાન કરી શકે છે. જેથી તેમણે સરળતાથી કામ મળી રહે.
નિગમની ભૂમિકાની વાત કરવામાં આવે તો રાજસ્થાનનું ઉદાહરણ લઈ શકાય. જેવી રીતે રાજસ્થાન સરકારે રાજસ્થાન પ્લેટફોર્મ બેઝ્ડ ગિગ વર્કર્સ બિલ દ્વારા તેમને સામાજિક સુરક્ષા આપવાની કોશિશ કરી છે. બિલ અનુસાર એક વેલફેર બોર્ડની રચના કરવામાં આવશે. જે તેમના કલ્યાણ માટે કામ કરશે. જો કે આ મામલે સ્થિતિ સાફ હોવી આવશ્યક છે. એક સોશિયલ વેલફેર કોપર્સ ફંડ બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે. સેસ દ્વારા ફંડિગ કરી શકાય છે. સંબંધિત પ્લેટફોર્મ પર આવતા ગ્રાહકો પાસેથી સેસ કલેક્ટ કરવામાં આવી શકે છે. થાઈલેન્ડ અને મલેશિયાના ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં આ રીતનું પ્લેટફોર્મ છે. દરેક રાઈડ પર 2 ટકા સેસ ચાર્જ કરવામાં આવે છે.
વિયતનામે ગરીબી દૂર કરવા માટે અલગ રસ્તો અપનાવ્યો છે. વિયેતનામે ઉત્પાદકતા પર ભાર મૂક્યો છે. દરેક સેક્ટર્સમાં રોજગાર વધારવા પર ભાર મુક્યો છે. તેમણે 1980માં કૃષિ સુધાર અપનાવ્યું હતું. આવનારા દસકાઓમાં સતત તેના પર ફોકસ બનાવી રાખ્યું. ખેડૂતોને ઈન્સેન્ટિવ આપ્યું. જ્યાં સુધી ઉત્પાદક્તા ન વધી ત્યાં સુધી તેમાં વિવિધિકરણ ન લવાયું. તેથી તેઓ ફ્રીની રેવડી પર નિર્ભર નથી.
વેપારમાં ઉદારીકરણ અને ઈનવોર્ડ ઈન્વેસ્ટમેન્ટથી વિયેતનામમાં વિકાસની ગતિ ઝડપી બની. તેના બાદ વેપારને સાંકળવામાં આવ્યો. ગ્રામીણ વિસ્તારોમાં આવક વધારવા માટે ઘરેલુ સેવાઓને નવું બળ મળ્યું. જેમાં રિટેલ, ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, વિત્ત અને બિઝનેસ સર્વિસીસ વધારવામાં આવી. વિયેતનામમાં આરોગ્ય, શિક્ષણ અને બેઝિક ઈન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા દરેક માટે ઉપલબ્ધ છે. સરકાર આ સુવિધાઓ પૂરી પાડે છે. જો કે સરકાર પૈસા અને ભોજન પૂરા પાડતી નથી. નાગરિકોને પોતાની આવક કઈ રીતે વધશે તે જણાવવામાં આવે છે. તેમાં પશુપાલન અને કૃષિક્ષેત્રનો સમાવેશ થાય છે. સરકાર તમારી મદદ કરશે પણ તમારે કામ કરવું પડશે. આ કારણથી જ વિયેતનામમાં ગરીબી ઘણી હદે કાબુમાં છે. આપણે 2047 સુધીમાં વિક્સિત દેશ બનવા માંગીએ છીએ. જો કે તેના માટે ગરીબીને કાબુમાં લાવવી બહુ જરૂરી છે. આપણે શિક્ષણ અને કૌશલ્ય પણ વધારવા પડશે. રોજગારની ઉત્પાદક્તા વધારવી પડશે.
- Economy Of India: ભારતમાં ગરીબોને મફતમાં અપાતી સુવિધાઓથી શું શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાશે?
- ગરીબોના વડાપ્રધાનને ગરીબી જોવી પસંદ નહીં ?