ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રોહિણી કોર્ટ ગોળીબારમાં માર્યા ગયેલા કેદી જીતેન્દ્ર ગોગીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો : જાણો શું આવ્યો રિપોર્ટ

રોહિણી કોર્ટ ગોળીબારમાં માર્યા ગયેલા કેદી જીતેન્દ્ર ગોગીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં માહિતી મળી છે કે, બદમાશો દ્વારા તેના પર 18 ગોળીઓ ચલાવવામાં આવી હતી. તે જ સમયે, પોલીસે બંને બદમાશોના શરીરમાં 22 ગોળીઓ ચલાવી હતી.

રોહિણી કોર્ટ ગોળીબારમાં માર્યા ગયેલા કેદી જીતેન્દ્ર ગોગીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો : જાણો શું આવ્યો રિપોર્ટ
રોહિણી કોર્ટ ગોળીબારમાં માર્યા ગયેલા કેદી જીતેન્દ્ર ગોગીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો : જાણો શું આવ્યો રિપોર્ટ

By

Published : Sep 30, 2021, 11:41 AM IST

  • જીતેન્દ્ર ગોગી પર 18 ગોળીઓ ચલાવવામાં આવી હતી
  • પોલીસે બંને બદમાશોના શરીરમાં 22 ગોળીઓ ચલાવી હતી
  • જીતેન્દ્ર ગોગી હત્યામાં કોનો હાથ તે હજી પણ અકબંઘ

નવી દિલ્હી : રોહિણી કોર્ટમાં કેદી જીતેન્દ્ર ગોગીની હત્યાના કેસમાં પોસ્ટમોર્ટમ દરમિયાન સનસનીખેજ ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમની પ્રાથમિક માહિતીમાં એવું કહેવામાં આવ્યું છે કે, બદમાશો દ્વારા જીતેન્દ્ર ગોગી પર કુલ 18 ગોળીઓ ચલાવવામાં આવી હતી. તે જ સમયે, પોલીસે બંને બદમાશોના શરીરમાં 22 ગોળીઓ ચલાવી હતી. બીજી તરફ, તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે બુધવારે મંડોલી જેલમાં જઈને ટીલ્લુની પૂછપરછ કરી હતી. તેને ગોગીની હત્યાનું ષડયંત્ર નથી રચ્યું એવો જવાબ આપ્યો હતો.

વકીલોના વસ્ત્રો પહેરેલા બંને બદમાશોએ ગોગી પર ગોળીબાર કર્યો હતો.

24 સપ્ટેમ્બરના રોજ બપોરે અંડર ટ્રાયલ કેદી જીતેન્દ્ર ગોગીની રોહિણી કોર્ટની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે ન્યાયાધીશ ઉપરાંત વકીલ અને પોલીસ ટીમ કોર્ટમાં હાજર હતી. હુમલાખોરો પહેલેથી જ વકીલનો ડ્રેસ પહેરીને કોર્ટરૂમમાં ગોગીની રાહ જોઈ રહ્યા હતા. તેની પાસે સેમી ઓટોમેટિક પિસ્તોલ હતી. ગોગી પ્રવેશતાની સાથે જ વકીલોના વસ્ત્રો પહેરેલા બંને બદમાશોએ ગોગી પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં, 3 જી બટાલિયન, સ્પેશિયલ સ્ટાફ અને સ્પેશિયલ સેલની ટીમ દ્વારા હુમલાખોરો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બંને બદમાશો માર્યા ગયા હતા. તેમની ઓળખ રાહુલ ત્યાગી અને જગદીપ ઉર્ફે જગ્ગા તરીકે થઈ હતી.

આ પણ વાંચો : Ahmedabad Crime Branchના 2 કોન્સ્ટેબલે સફાઈકર્મી અને સિક્યોરિટી ગાર્ડ બની બોટાદ ડબલ મર્ડર કેસના આરોપીની ધરપકડ કરી

મૌલાના આઝાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું

જીતેન્દ્ર ગોગીની હત્યા પોલીસની હાજરીમાંજ કરવામાં આવી હતી. આ કારણે આંબેડકર હોસ્પિટલમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ન હતું. રવિવારે મૌલાના આઝાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મેડિકલ બોર્ડમાંથી આ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. તે જ સમયે, આ ઘટનામાં માર્યા ગયેલા બંને હુમલાખોરોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ સોમવારે મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન જાણવા મળ્યું છે કે, જીતેન્દ્ર ગોગીને કુલ 18 ગોળીઓ વાગી હતી. તે જ સમયે, હત્યા કરાયેલા બંને બદમાશોના શરીરમાં 22 ગોળીઓના ઘા મળી આવ્યા છે. રાહુલને 19 જ્યારે જગદીપને ત્રણ ગોળીઓ વાગી હતી. આ માહિતી મુખ્યત્વે ક્રાઈમ બ્રાન્ચને પોસ્ટમોર્ટમ કરાવનારા ડોક્ટરો દ્વારા આપવામાં આવી છે. જોકે ક્રાઈમ બ્રાન્ચ તેના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

આર્મ્સ એક્ટનો કેસ નોંધવામાં આવ્યો

આ કેસમાં પકડાયેલા ઉમંગ યાદવ અને વિનય મોટાએ પોલીસ સમક્ષ ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું છે કે, તેઓએ બંને હુમલાખોરોને કોર્ટની બહાર કારમાં છોડ્યા હતા. ઉમંગની ધરપકડ બાદ પોલીસને તેના ઘરેથી એક પિસ્તોલ પણ મળી આવી છે, જે અંગે તેની સામે આર્મ્સ એક્ટનો કેસ નોંધવામાં આવ્યો છે. ઉમંગે પોલીસને જણાવ્યું છે કે, ટિલ્લુએ ગોગીને મારવા માટે આ હથિયાર પૂરા પાડ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, સમગ્ર હત્યાને અંજામ આપવા માટે 5 લોકો કોર્ટમાં ગયા હતા. તેમાં રાહુલ, જગદીપ, વિનય, ઉમંગ અને અન્ય હતા. પરંતુ કોર્ટ પહોંચ્યા બાદ તેમનો પ્લાન બદલાયો અને માત્ર રાહુલ અને જગદીપ હત્યાને અંજામ આપવા માટે અંદર ગયા.

આ પણ વાંચો : મોરબીમાં ધોળે દિવસે લૂંટના બનાવમાં બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઇ

ક્રાઈમ બ્રાન્ચ નું નિવેદન

ક્રાઈમ બ્રાન્ચને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે, કે ગોગી પર ફાયરિંગ કરતી વખતે બંને હુમલાખોરો બે જુદી જુદી દિશામાં ઉભા હતા. તેમાંથી એક પાસે 38 બોરની પિસ્તોલ હતી જ્યારે બીજા પાસે 30 બોરની પિસ્તોલ હતી. પોલીસ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સ્પેશિયલ સેલમાંથી 8, 3 જી બટાલિયનના કમાન્ડો દ્વારા 13 અને રોહિણી સ્પેશિયલ સ્ટાફ તરફથી બે ગોળીઓ ચલાવવામાં આવી હતી. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘટના સમયે રોહિણી કોર્ટમાં 40 થી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઘટના સમયે હાજર પોલીસકર્મીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.

ટિલ્લુની 2 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી

આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ બુધવારે મંડોલી જેલમાં પહોંચી હતી. ત્યાં જેલ પ્રશાસનની પરવાનગી બાદ ગોગીના હરીફ ગેંગના ટિલ્લુની લગભગ 2 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો છે કે, તે તેના સહયોગીઓના સંપર્કમાં હતો. પણ તેને ખબર નહોતી કે તે ગોગીને મારવા જઈ રહ્યા છે. ક્રાઈમ બ્રાંચનું કહેવું છે કે, તેઓ ટૂંક સમયમાં જ પોલીસ સમક્ષ ટિલ્લુની પૂછપરછ માટે કોર્ટ સમક્ષ અરજી કરશે.

ABOUT THE AUTHOR

...view details