ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Manipur Assembly Election 2022: મણિપુરમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન, સવારે 9.30 વાગ્યા સુધી 8.94 ટકા મતદાન - ડેપ્યુટી સીએમ યુમનમ જોયકુમાર

મણિપુર વિધાનસભા ચૂંટણી 2022 માટે (Manipur Assembly Election 2022) આજે પ્રથમ તબક્કામાં મતદાન (First phase of polling in Manipur today) થઈ રહ્યું છે. 38 વિધાનસભા બેઠકો પર સવારે 9.30 વાગ્યા સુધી 8.94 ટકા મતદાન નોંધાયું છે.

Manipur Assembly Election 2022: મણિપુરમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન
Manipur Assembly Election 2022: મણિપુરમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન

By

Published : Feb 28, 2022, 7:04 AM IST

Updated : Feb 28, 2022, 10:20 AM IST

નવી દિલ્હી: મણિપુર વિધાનસભા ચૂંટણી 2022 માટે (Manipur Assembly Election 2022) આજે સોમવારે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થશે. મણિપુર વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કામાં 38 વિધાનસભા બેઠકો પર સવારે 9.30 વાગ્યા સુધી 8.94 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે જCM એન બિરેન સિંહે અને રાજ્યના ગવર્નરએ મતદાન કર્યું હતું.

આ પણ વાંચો:UP Assembly Election : મતદાન મથકથી 10 મીટર દૂર વિસ્ફોટ, 1નું મોત, 1 ઘાયલ

મતદાન થનારી 38 વિધાનસભા બેઠકોમાંથી 29 પહાડી વિસ્તારમાં

મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન (First phase of polling in Manipur today) થનારી 38 વિધાનસભા બેઠકોમાંથી 29 બેઠકો પહાડી વિસ્તારમાં આવેલી છે. આ 29 વિધાનસભા બેઠકો ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાં છે. અન્ય 9 વિધાનસભા બેઠકો ચુરાચંદપુર, કાંગપોકપી અને ફરજાલ જિલ્લામાં છે. મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 38 વિધાનસભા સીટો પર 173 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

પ્રથમ તબક્કામાં 173 ઉમેદવારોનું ભાવિ દાવ પર

મણિપુર ચૂંટણી 2022ના પ્રથમ તબક્કામાં 173 ઉમેદવારોનું (polling in manipur assembly election 2022) ભાવિ દાવ પર છે, તેમાં 15 મહિલા ઉમેદવારો છે. આ તબક્કામાં મુખ્યપ્રધાન એન બિરેન સિંહની સાથે તેમના કેબિનેટ સાથી થોંગમ બિસ્વજીત સિંહ, વિધાનસભા અધ્યક્ષ વાય ખેમચંદ સિંહ, નાયબ મુખ્યપ્રધાન યુમનમ જોયકુમાર તેમજ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એન લોકેશ સિંહના ભાવિનો પણ નિર્ણય થવાનો છે.

આ પણ વાંચો:UP Assembly Election 2022 : આવતીકાલે વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કાની 61 બેઠકો માટે મતદાન યોજાશે

શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાન મથકો પર સ્થાનિક પોલીસની સાથે અર્ધલશ્કરી દળોના જવાનોને તૈનાત કરવામાં આવશે. મતદાન પક્ષો મતદાન મથકો પર પહોંચી ગયા છે. જે જિલ્લાઓમાં મતદાન થવાનું છે ત્યાં પોલીસ એલર્ટ પર છે. જિલ્લાની સરહદે ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે.

Last Updated : Feb 28, 2022, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details