ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મૂ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી છઠ્ઠા તબક્કો : અત્યાર સુધીમાં 42.79 ટકા મતદાન નોંધાયું - જિલ્લા વિકાસ પરિષદ

જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 હટ્યા બાદ પહેલી વખત જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી થઈ હતી. કાશ્મીરમાં સવારથી જ મતદાન કેન્દ્રમાં લાંબી લાઈન જોવા મળી હતી. આ ઉપરાંત ચૂંટણીના શાંતિપૂર્ણ આયોજન માટે મતદાન કેન્દ્રની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.સવારના 9 વાગ્યા સુધીમાં 8.98 ટકા મતદાન નોંધાયું

જમ્મૂ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી
જમ્મૂ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી

By

Published : Dec 13, 2020, 8:33 AM IST

Updated : Dec 13, 2020, 2:57 PM IST

  • જમ્મુ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું મતદાન
  • આઠ તબક્કામાં યોજાઈ જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી
  • જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ પહેલી વખત DDCની ચૂંટણી યોજાઈ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ચૂંટણી માટે છઠ્ઠા તબક્કા માટેનું મતદાન શરું થયું છે. છઠ્ઠા તબક્કામાં જમ્મૂમાં 17 અને કાશ્મીર ઘાટીમાં 14 મતદારક્ષેત્રોમાં મતદાન શરુ છે.સવારના 9 વાગ્યા સુધીમાં 8.98 ટકા મતદાન નોંધાયું

જેમાં 245 ઉમેદવાર મેદાનમાં છે. તેમાંથી 145 પુરુષો અને 100 મહિલાઓ છે. કાશ્મીર વિભાગમાં 124 અને જમ્મૂ વિભાગમાં 121 ઉમેદવારો છે.5,57,869 મહિલાઓ સહિત કુલ 7,48,301 મતદારો છઠ્ઠા તબક્કામાં મતદાન કરશે. જેના માટે કાશ્મીર વિભાગમાં 1,208 અને જમ્મૂમાં 863 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.8 તબક્કામાં યોજાઈ રહેલી ચૂંટણીમાં પ્રથમ તબક્કામાટેનું મતદાન 28 નવેમ્બરના રોજ યોજાયું હતુ. અત્યારસુધીમાં કુલ 20 જિલ્લાના કુલ 280 મતદારક્ષેત્રોમાં મતદાન પૂર્ણ થયું છે.

પ્રથમ તબક્કામાં 28 નવેમ્બરના રોજ સૌથી વધુ 51.76 ટકા મતદાન નોંધાયું હતુ. ત્યારબાદ 1,4,7 અને 10 ડિસેમ્બરના રોજ ક્રમશ : 48:62 ટકા , 50:53 ટકા, 50:08 ટકા અને 51:20 ટકા મતદાન નોંધાયું હતુ.જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીનું આયોજન આઠ તબક્કામાં કરવામાં આવ્યું છે. કાશ્મીરમાં કલમ- 370 હટ્યા બાદ પહેલી વખત જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી યોજાઈ રહી છે. ડીડીસી ચૂંટણીની સાથે પંચાયત માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ડીડીસી ચૂંટણી માટેની મતગણતરી 22 ડિસેમ્બરના રોજ યોજાશે.

સવારના 9 વાગ્યા સુધીમાં 8.98 ટકા મતદાન નોંધાયું

સવારના 11 વાગ્યા સુધીમાં 26.11 ટકા મતદાન નોંધાયું

બપોરના 1 વાગ્યા સુધીમાં 42.79 ટકા મતદાન નોંધાયું

Last Updated : Dec 13, 2020, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details