અમદાવાદ: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર (Manish Sisodia's Letter To Gujarat CM) લખીને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અને રાજ્યના શિક્ષણ અધિકારીઓને દિલ્હીની સરકારી શાળાઓ (Government Schools In Delhi)ની મુલાકાત (Politics On Education In Gujarat) લેવા માટે આમંત્રણ આપ્યું છે. આ મુદ્દે જ્યારે જીતુ વાઘાણીને પૂછવામાં આવ્યું તો તેમણે મનીષ સિસોદીયાના પત્રના જવાબમાં ફક્ત "થેંક્યું' તેવો જવાબ આપ્યો હતો.
બાળકોને સારું શિક્ષણ મળવું જોઇએ- મનીષ સિસોદીયાએ પત્રમાં લખ્યું છે કે, 'રાજકીય લડાઈઓ અને સ્પર્ધા પોતાની જગ્યાએ છે, પરંતુ મને લાગે છે કે દેશના એક-એક બાળકને પાયાની શિક્ષણ સુવિધાઓ (Basic education facilities In Gujarat) ઉપલબ્ધ કરાવવી અને સારું શિક્ષણ (quality of education in gujarat) ઉપલબ્ધ કરાવવું આપણા બધા રાજકીય પક્ષોની જવાબદારી છે.'
મને ખુશી છે કે BJPના સાંસદોએ દિલ્હીની સ્કૂલોની મુલાકાત કરી- વધુમાં તેમણે લખ્યું છે કે, 'મને ખુશી છે કે જે દિવસે હું ગુજરાતની સ્કૂલોની મુલાકાતે (Manish Sisodia Gujarat Visit) હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ દિલ્હીની સરકારી સ્કૂલો (BJP MPs In Delhi Schools)માં પણ આખો દિવસ મુલાકાત કરી અને સમસ્યાઓ શોધવાનો પ્રયત્ન કર્યો. મને ગર્વ છે કે સંપૂર્ણ પ્રયત્ન કરવા છતાં તેમને દિલ્હી સરકારની એકપણ સ્કૂલ (Manish Sisodia in Bhavnagar Schools) એવી ન મળી જ્યાં કરોળિયાના જાળા લાગ્યા હોય, જ્યાં બાળકોને બેસવા માટે ડેસ્ક ના હોય, ભણાવવા માટેની બાકીની સુવિધાઓ ન હોય. મજબૂરીમાં એ સાંસદોએ એ રૂમની તસવીરો ટ્વીટ કરવી પડી જ્યાં કોઈ ટોયલેટ તૂટેલું પડ્યું હોય અથવા ક્યાંક વ્હાઇટ વોશ જૂનું થઈ ગયું હતું અથવા ક્યાંક ડેટિંગ પેન્ટિંગ ચાલી રહી હતી.'