- સુપ્રિમ કોર્ટનો મોટો ચુકાદો
- રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોનો ગુનાહિત રેકોર્ડ જાહેર કરવા અંગે નિર્ણયમાં સુધારો
- ઉમેદવારો સાથે સંબંધિત માહિતી જાહેરાતના 48 કલાકની અંદર શેર કરવી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોનો ગુનાહિત રેકોર્ડ જાહેર કરવા અંગેનો પોતાનો નિર્ણય સુધારી લીધો છે. સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે, હવે તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો સાથે સંબંધિત માહિતી તેમની જાહેરાતના 48 કલાકની અંદર જાહેર કરવી પડશે. ન્યાયમૂર્તિ આરએફ નરીમાન અને બીઆર ગવઇની ખંડપીઠે 13 ફેબ્રુઆરી, 2020 ના ચુકાદામાં ફેરફાર કરતી વખતે આ આદેશ આપ્યો હતો.
પક્ષોએ ઉમેદવારો સંબંધિત માહિતી જાહેરાતના 48 કલાકમાં રજૂ કરવી
ફેબ્રુઆરી 2020ના પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીના 48 કલાકની અંદર અથવા ઉમેદવારી નોંધાવવાની પ્રથમ તારીખના ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા જે પણ પહેલા હોય નામાંકન પ્રસિદ્ધ કરવાનો આદેશ આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તેણે આ નિર્ણયના પેરા 4.4 માં સુધારો કર્યો છે અને તે પસંદગીના 48 કલાકની અંદર પ્રકાશિત કરવામાં આવશે. આ સિવાય બેન્ચે કેટલાક વધારાના નિર્દેશો પણ પસાર કર્યા છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ પ્રકાશિત કરવામાં નિષ્ફળતાનો આરોપ
સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2020માં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ પ્રકાશિત કરવામાં નિષ્ફળતાનો આરોપ લગાવતા વિવિધ રાજકીય પક્ષો દ્વારા દાખલ કરાયેલી તિરસ્કાર અરજીઓ પર ચુકાદો આપ્યો હતો. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને ઉમેદવારો વિશેની આ માહિતી અખબારોમાં પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આદેશોનું પાલન ન કરવા બદલ CPM અને NCPએ સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી