- મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકર અને NCPના અધ્યક્ષ શરદ પવારે યોજી બેઠક
- સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું
- હાલ સચિન વાજે NIAની ન્યાયિક કસ્ટડીમાં છે
મુંબઇ: દક્ષિણ મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા બહાર વિસ્ફોટકો ભરેલી SUV મળવાના કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની ધરપકડ થતા રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના અધ્યક્ષ શરદ પવારે સોમવારના રોજ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે તેમના સરકારી આવાસ ખાતે મુલાકાત કરી હતી.
સચિન વાજેને 10 માર્ચના રોજ સેન્ટર બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનમાંથી દૂર કરાયો હતો
NCP(રાષ્ટ્રવાદી કોંગ્રેસ)ના સુત્રોના જણાવ્યા મુજબ આ ઔપચારિક મુલાકાત હતી. બન્ને નેતાઓ વચ્ચે આ બેઠક એવા સમયે મળી છે, જ્યારે ગત મહિનામાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટક સામગ્રી ભરેલી કાર મળી આવી હતી. જે બાદ આ મામલે NIA(નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા મહારાષ્ટ્ર પોલીસના એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. હાલ સચિન વાજે NIAની ન્યાયિક કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે, સચિન વાજેને 10 માર્ચના રોજ સેન્ટર બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનમાંથી દૂર કરવામાં આવ્યો હતો.
ઇરાદાપૂર્વક આવી એજન્સીઓને તપાસ સોંપીને મુંબઈ પોલીસનું મનોબળ તોડવામાં આવી રહ્યું છે
આ પહેલા મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને શિવસેનાના નેતા સંજય રાઉતે આ અંગે નિવેદન આપ્યું છે. ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, NIA અને ATS મુકેશ અંબાણીના ઘરની સામેથી વિસ્ફોટકો સાથે મળી આવેલી સ્કોર્પિયો કાર તેમજ મનસુખ હિરેનની હત્યાની તપાસ કરી રહી છે. જ્યારે, શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું કે, 'જે કેન્દ્રીય એજન્સીઓને તપાસ સોંપવામાં આવી છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ, પરંતુ ઇરાદાપૂર્વક આવી એજન્સીઓને તપાસ સોંપીને મુંબઈ પોલીસનું મનોબળ તોડવામાં આવ્યુ હોય તેમ લાગી રહ્યું છે.'
જાણો સમગ્ર ઘટનાની વિગતો
મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી
મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકોથી ભરેલી ગાડી મળી આવી છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, એન્ટિલિયાની બહાર પાર્ક કરેલી એક શંકાસ્પદ કારમાંથી જિલેટીન મળી આવ્યા છે. મુંબઈ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી તપાસ કરી રહી છે.
મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટક જિલેટીન મળ્યું
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કાર અને 20 જિલેટીન સડીઓ મળી આવી છે. મુંબઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અંબાણીના ઘરની નજીકમાં ઘણી સુરક્ષા ગોઠવવામાં આવી છે.
શંકાસ્પદ ગાડી કેસઃ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા મહત્વના પુરાવા
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર દારૂગોળો ભરેલી સ્કોર્પિયો ઊભી રાખનારા આરોપીની ઓળખ થઈ ચૂકી છે. આ અંગેની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ છે. આ સ્કોર્પિયોની પાછળ એક સફેદ રંગની ઈનોવા કાર મુંબઈ પોલીસે શોધી કાઢી છે. મુંબઈ પોલીસે તેની મદદથી જ મુખ્ય આરોપી સુધી પહોંચવાની તૈયારી કરી છે. ક્રાઈમબ્રાન્ચ ઝડપથી જ મુખ્ય આરોપીને પકડવાનો દાવો કરી રહી છે.
મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી શંકાસ્પદ કાર મામલે જૈશ ઉલ હિંદે જવાબદારી સ્વીકારી
મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બાહર મળેલી શંકાસ્પદ કાર મામલે તપાસ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ કાર ઇસ્ટર્ન એકપ્રેસ હાઇ-વે પરથી ચોરી થઇ હતી. જેની ફરિયાદ કાર માલિકે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી હતી. આ સમગ્ર મામલે મુંબઇ પોલીસની 10 ટીમ કામ કરી રહી છે.
આ પણ વાંચો -સંજય રાઉતનું નિવેદન: કેન્દ્રિય તપાસ એજન્સીઓને મોકલીને કેન્દ્ર સરકાર મુંબઈ પોલીસનું મનોબળ તોડી રહી છે
મુંબઇ: દક્ષિણ મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા બહાર વિસ્ફોટકો ભરેલી SUV મળવાના કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની ધરપકડ થતા રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને શિવસેનાના નેતા સંજય રાઉતે આ અંગે નિવેદન આપ્યું છે. ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, NIA અને ATS મુકેશ અંબાણીના ઘરની સામેથી વિસ્ફોટકો સાથે મળી આવેલી સ્કોર્પિયો કાર તેમજ મનસુખ હિરેનની હત્યાની તપાસ કરી રહી છે. જ્યારે, શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું કે, 'જે કેન્દ્રીય એજન્સીઓને તપાસ સોંપવામાં આવી છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ, પરંતુ ઇરાદાપૂર્વક આવી એજન્સીઓને તપાસ સોંપીને મુંબઈ પોલીસનું મનોબળ તોડવામાં આવ્યુ હોય તેમ લાગી રહ્યું છે.'
આ પણ વાંચો -એન્ટિલિયા કેસ મામલે NIA દ્વારા વાજેની ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવાની તૈયારી
અંબાણીના મુંબઇ સ્થિત ઘરની નજીક વિસ્ફોટક સામગ્રીથી ભરેલી ગાડીના કેસની તપાસ કરતી ઍજન્સી NIAએ શનિવારે રાત્રે મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની 12 કલાકથી વધુ સમયની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.ઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે મોરચો માંડ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા રામ કદમે ટ્વીટ કરીને સચિન વઝેનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી છે. રામ કદમે વઝેની ધરપકડ મામલે ઉદ્ધવ સરકારનો પણ ઘેરાવ કર્યો છે.
વાજેની એન્ટિલિયા કેસ સંડોવણીની શંકા
આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા કાર્મિકલ રોડ પર આવેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે પાર્ક કરેલી શંકાસ્પદ ગાડીમાં વિસ્ફોટક જિલેટીનની સડીઓ અને ધમકીભર્યા પત્ર મળી આવ્યા હતા. આ મામલે, NIAએ જણાવ્યું હતું કે, વાજેએ 25 ફેબ્રુઆરીએ આ ઘટનામાં પોતાની ભૂમિકા નિભાવી હતી. આથી આ બાબતને ધ્યાને લેતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો -મુકેશ અંબાણીના ઘર બહાર મળી આવેલા વિસ્ફોટક મામલે ખુલાસો, તપાસમાં સામે આવ્યું તિહાડ જેલ કનેક્શન
વાજે, ઉદ્યોગપતિ હિરણના મોત મામલે શકના દાયરામાં
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વાજે, થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરણના મોત મામલે પણ શકના દાયરામાં છે. આ ઘટનાની વાત કરીએ તો, થાણેમાં 5મી માર્ચે હરણની લાશ મળી હતી. આ કેસની તપાસ ATS કરવામાં આવી રહી છે. શનિવારે NIAએ વાજેનું નિવેદન લેતી વખતે, હરણની કથિત હત્યા અને વિસ્ફોટક સામગ્રીથી ભરેલી ગાડીના કેસમાં આગળની તપાસ હાથ ધરવા અંગેની માહિતી આપવામાં આવી હતી.
આગળની તપાસ ATSના હાથમાં
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર 25 ફેબ્રુઆરીના રોજ શંકાસ્પદ કાર અને તેમાં 20 જિલેટીન સડીઓ મળી આવી હતી. મુંબઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચ્યાં બાદ, મુંબઇ ડોગ સ્ક્વૉડ અને બૉમ્બ પ્રિવેન્શન સ્કવૉડ ઉપરાંત ATSની ટીમ પણ પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો -એન્ટિલિયા કેસ: મને પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે, હિરેન મનસુખનો CMને પત્ર