કઠુઆ/જમ્મુજમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સ્પેશિયલ પોલીસ ઓફિસરે (Special Police Officer) તેની ગર્ભવતી પત્નીની હત્યા (Policeman Killed Wife In Jammu And Kashmir) કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આરોપી SPO મોહનલાલ ફરાર છે. કેટલાક રોષે ભરાયેલા ગ્રામજનોએ તેના ઘરને આગ લગાવી દીધી હતી.
આ પણ વાંચોઈલેકટ્રીક મશીનો પર રમાતો હતો જુગાર, દુકાનમાં ચાલતો જુગારધામ ઝડપાયો
પોલીસકર્મીએ ગર્ભવતી પત્નીની કરી હત્યાકઠુઆના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રમેશ ચંદ્ર કોટવાલે કહ્યું કે, આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતુું કે, આ ઘટના બિલાવર વિસ્તારના ધરલતા ગામમાં બની હતી. કઠુઆ જિલ્લા પોલીસ લાઇનમાં તૈનાત લાલ છેલ્લા ત્રણ દિવસથી રજા પર હતો અને તેણે કેટલીક પારિવારિક બાબતોને લઈને તેની પત્ની આશા દેવીની (32) નિર્દયતાથી હત્યા (Policeman Killed Wife In Jammu And Kashmir) કરી હતી.
પત્નીની કુહાડી વડે કરી હત્યામીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે હત્યા કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (Special Investigation Team) રચના કરી છે. પોલીસે આરોપીના માતા પિતાને કસ્ટડીમાં લીધા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, SPO મોહન લાલ કઠુઆમાં તૈનાત છે અને બે દિવસની રજા લઈને ઘરે ગયા હતા. મહિલાના પરિવારજનોના જણાવ્યા મુજબ બંને વચ્ચે અણબનાવ હતો. જેના કારણે મોહન લાલે બુધવારે સવારે આઠ વાગ્યાના સુમારે આંગણા પાસે કપડા ધોતી પત્નીની કુહાડી વડે હત્યા કરી હતી. વિસ્તારના લોકો પાસેથી માહિતી મેળવ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચોવાંસદા પોલીસે તસ્કર ટોળકીના ચાર સાગરીતોને ફિલ્મી ઢબે દબોચી લીધા
રોષે ભરાયેલા સ્વજનોએ સાસરિયાના ઘરના આંગણામાં અંતિમ કર્યા સંસ્કારબીજી તરફ મહિલાના પરિવારજનોને આ વાતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ધરલતા ગામમાં પહોંચી ગયા હતા, ત્યારબાદ લોકોએ આરોપીના ઘરમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી. પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બિલ્લાવરની ઉપજીલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા સ્વજનોએ સાસરિયાના ઘરના આંગણામાં મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતા.