પુણે:પુણેની એક પ્રતિષ્ઠિત શાળાના 14 વર્ષના છોકરાએ ઈન્સ્ટાગ્રામ પર વાંધાજનક પોસ્ટ કર્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. (Police case filed against 14 year old school boy )કહેવાય છે કે પુણેના હડપસર વિસ્તારમાં આ ઘટના પ્રકાશમાં આવી છે.
પોક્સો હેઠળ ગુનો નોંધ્યો:ઘટના મુજબ, 14 વર્ષના એક સ્કૂલના છોકરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટેટસ પોસ્ટ કર્યા પછી બધા ચોંકી ગયા હતા. જેમાં બાળકે સ્ટેટસમાં પોતાની જ સ્કૂલની 13 વર્ષની બાળકીની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, શું તું મારી પત્ની બનીશ? આ સંદર્ભે પીડિત યુવતીની માતાની ફરિયાદના આધારે હડપસર પોલીસે છોકરા સામે છેડતી અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.