- NCC કેડેટ્સ વડાપ્રધાનના ભાષણના સમાપન સમયે રાષ્ટ્રગીત ગાશે
- સમારોહમાં 32 ઓલિમ્પિક પદક વિજેતા અને બે સ્પોર્ટ્સ SAI અધિકારીઓ હાજર રહેશે
- કોરોના વોરિઅર્સના સન્માનમાં સમારોહમાં એક અલગ બ્લોક બનાવવામાં આવ્યો
નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 75માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રવિવારે લાલ કિલ્લાના પ્રાંત પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. આ દરમિયાન, ભારતીય વાયુસેનાના બે Mi-17 1V હેલિકોપ્ટર પ્રથમ વખત સ્થળ પર ફૂલો વરસાવશે.
32 ઓલિમ્પિક પદક વિજેતાઓને આમંત્રણ
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં ભાગ લેવા માટે 32 ઓલિમ્પિક પદક વિજેતા અને બે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેવેલિન થ્રોમાં ભારતના પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક વિજેતા અને આર્મી સુબેદાર નીરજ ચોપરા સહિત બત્રીસ ઓલિમ્પિક વિજેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આશરે 240 ઓલિમ્પિયન્સ, સપોર્ટ સ્ટાફ અને SAI અને સ્પોર્ટસ ફેડરેશનના અધિકારીઓને પણ સમારોહની શોભા વધારવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સહિત કુલ સાત મેડલ જીત્યા હતા.
ડો.અજય કુમાર લાલ કિલ્લા પર પહોંચ્યા બાદ વડાપ્રધાનનું સ્વાગત કરશે
મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ -19 સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોરોના વોરિઅર્સના સન્માનમાં લાલ કિલ્લાની દક્ષિણ બાજુએ એક અલગ બ્લોક બનાવવામાં આવ્યો છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં આજે સવારે લાલ કિલ્લા પર આયોજિત સમારોહ વિશે વિસ્તૃત માહિતી આપી છે. તેમણે કહ્યું કે, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્યપ્રધાન અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવ ડો.અજય કુમાર લાલ કિલ્લા પર પહોંચ્યા બાદ વડાપ્રધાનનું સ્વાગત કરશે.
દિલ્હી પોલીસ ગાર્ડ વડાપ્રધાનને સામાન્ય સલામી આપશે
પ્રકાશન અનુસાર, સંરક્ષણ સચિવ, દિલ્હી પ્રદેશના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC), લેફ્ટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા વડાપ્રઘાનને મળશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દિલ્હી પ્રદેશના GOC મોદીને સેલ્યૂટિંગ બેસ પર લઈ જશે, જ્યાં સંયુક્ત આંતર-સેવાઓ અને દિલ્હી પોલીસ ગાર્ડ વડાપ્રધાનને સામાન્ય સલામી આપશે. આ બાદ વડાપ્રધાન ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરશે. એવું કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન માટે ગાર્ડ ઓફ ઓનરમાં સેના, નૌકાદળ, વાયુસેના અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 20-20 કર્મચારીઓનો સમાવેશ થશે.
આ પણ વાંચો- Independence Day 2021 : છાવણીમાં તબદીલ દિલ્હી, જાણો કેવી રીતે કરાશે લાલ કિલ્લાની સુરક્ષા!