- મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે PM મોદીએ સંવાદ કર્યો
- બપોરે 2 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું
- મધ્ય પ્રદેશની લગભગ 23 હજાર ગ્રામ પંચાયતોમાં પ્રસારણ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે વડા પ્રધાન મોદી શુક્રવારે બપોરે 2 કલાકે મધ્ય પ્રદેશના ખેડૂતોના એક સમ્મેલનને સંબોધિત કર્યું હતું. તેમના આ સંબોધનનું પ્રસારણ મધ્ય પ્રદેશની લગભગ 23 હજાર ગ્રામ પંચાયતોમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ રાયસેનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બીજેપી મુખ્યાલયોમાં રાજ્ય સરકારના પ્રધાન અને ભાજપના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.
સંબોધનના મહત્વના અંશ
- ખેડૂતોનું નુકસાન તે સમગ્ર દેશનું નુકસાન
- મધ્ય પ્રદેશના ખેડૂતોના ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર, કોઇ વચેટિયા નહીં
- ખેત પેદાશોનો યોગ્ય સંગ્રહ ન થાય તો મોટું નુકસાન
- ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ અમારી અગ્રિમતા
- ખેતીકામ માટે ખેડૂતોને નાણા મળી રહ્યા છે
- 25-30 વર્ષ પહેલાના કામ હવે થઇ રહ્યા છે
- વિશ્વના ખેડૂતો જેવી સુવિધાના દેશના અન્નદાત્તાને પણ મળે
- ખેડૂતોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ
- ખેડૂતોને સીધી જ મદદ મળી રહી છે
સીએમ આપશે કિસાન સમ્માન નિધિનો હપ્તો
શુક્રવારે મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ખેડૂતોને પાકના નુકસાન માટે રાહત રાશિનું વિતરણ કર્યું. શુક્રવારે રાજ્ય સરકાર 35 લાખ ખેડૂતોના બેન્કના ખાતામાં 1660 કરોડ રુપિયાની રકમ નાખશે. આ દરમિયાન ખરીફની 2020 ના પાકોમાં થયેલા નુકસાનના અવેજમાં પણ રાહત રકમ આપવામાં આવી. આ સાથે જ બે હજાર પશુપાલકો અને માછલી પાલક ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવ્યું. મધ્ય પ્રદેશના સીએમ કાર્યાલયે આ વાતની પુષ્ટિ કરી હતી. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના કાર્યાલય દ્વારા નવા કૃષિ કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ખેડતોને નવા કૃષિ કાયદાના ફાયદા વિશે જણાવવામાં આવ્યું. 18 ડિસેમ્બરે યોજાનારો મેગા કાર્યક્રમ ચાર સ્તરોમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે- ગ્રામ પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય. મુખ્ય પ્રધાન રાજ્ય સ્તરીય કાર્યક્રમને સંબોધિત કર્યું હતું, જેમાં લગભગ 20,000 ખેડૂતો ઉપસ્થિત રહ્યા.
વધુમાં જણાવીએ તો, આ અગાઉ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ખેડૂતો અને સ્થાનિક સ્વ-સહાય જૂથના સભ્યોને મળ્યા હતા. દિલ્હીની સરહદો પર ખેડૂતો સતત 22 દિવસોથી દેખાવો કરી રહ્યા છે. આંદોલનકારી ખેડુતો કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માગ કરી રહ્યા છે, જ્યારે ભાજપે ખેડુતોને કૃષિ કાયદાઓ અંગે સમજાવવા માટે બેઠક યોજવાનું નક્કી કર્યું છે.
સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે આ કેસ