ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi આજે વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના CEO, નિષ્ણાતો સાથે વાતચીત કરશે - વાતચીતનો વ્યાપક વિષય સ્વચ્છ વૃદ્ધિ અને વાહકતાને પ્રોત્સાહન આપવાનો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) અને નિષ્ણાતો સાથે વાતચીત કરશે.

PM Modi આજે વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના CEO, નિષ્ણાતો સાથે વાતચીત કરશે
PM Modi આજે વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના CEO, નિષ્ણાતો સાથે વાતચીત કરશે

By

Published : Oct 20, 2021, 8:41 AM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે વીડિયો કોન્ફરન્સથી (Video Conference) મહત્ત્વની વાતચીત કરશે
  • વડાપ્રધાન વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને નિષ્ણાતો સાથે વાતચીત કરશે
  • આ છઠ્ઠી વાર્ષિક વાતચીતમાં તેલ તથા ગેસ ક્ષેત્રના વૈશ્વિક નેતા સામેલ થાય છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન કાર્યાલયે (PMO)ના એક નિવેદનમાં કહ્યું હતું કે, આ છઠ્ઠી એવી વાર્ષિક વાતચીત છે, જે વર્ષ 2016માં શરૂ થઈ હતી. આમાં તેલ તથા ગેસ ક્ષેત્રના વૈશ્વિક નેતા સામેલ થાય છે, જે આ ક્ષેત્રના પ્રમુખ મુદ્દાઓ અને ભારતની સાથે સહયોગ તથા રોકાણના સંભવિત ક્ષેત્રોને શોધવા માટે વિચાર-વિમર્શ કરે છે.

આ પણ વાંચો-બ્રિટનથી આવતા લોકો માટે ભારતે નરમ વલણ અપનાવ્યુંઃ આરોગ્ય મંત્રાલય

વડાપ્રધાન સાંજે 6 વાગ્યે વાતચીતમાં ભાગ લેશે

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી તેલ અને ગેસ ક્ષેત્રના વૈશ્વિક CEO અને નિષ્ણાતો સાથે વાતચીત કરશે. આ વાતચીતનો વ્યાપક વિષય સ્વચ્છ વૃદ્ધિ અને વાહકતાને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચો-PM મોદી અને બ્રિટનના વડાપ્રધાન વચ્ચે થઇ ફોન પર વાતચીત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

અનેક મુદ્દા પર ચર્ચા થશે

PMOના મતે, વાતચીત દરમિયાન ભારતમાં હાઈડ્રોકાર્બન ક્ષેત્રમાં શોધ અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા, ઉર્જા આત્મનિર્ભરતા, ગેસ આધારિત અર્થતંત્ર, સ્વચ્છ અને ઉર્જા કુશળ સમાધાનોના માધ્યમથી ઉત્સર્જનમાં ઘટાડો, ગ્રીન હાઇડ્રોજન અર્થતંત્ર અને જૈવ ઈંધણ ઉત્પાદનમાં વદારો જેવા ક્ષેત્ર પર ચર્ચા થશે. PMOના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રમુખ બહુરાષ્ટ્રીય નિગમો અને ઉચ્ચ આંતરરાષ્ટ્રીય સંગઠનોના CEO અને નિષ્ણાતો આ ચર્ચામાં ભાગ લેશે. આ પ્રસંગે કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ પ્રધાન હરદિપસિંહ પૂરી પણ ઉપસ્થિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details