ગુજરાત

gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં યોજાનારી રોકાણકાર પરિષદને કરશે સંબોધિત

By

Published : Aug 13, 2021, 9:25 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં યોજાનારી રોકાણકાર પરિષદને સંબોધિત કરશે. વ્હીકલ સ્ક્રેપ પોલિસી હેઠળ વાહનને સ્ક્રેપમાં રૂપાંતરિત કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટિંગ કરવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ કોન્ફ્રરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં યોજાનારી રોકાણકાર પરિષદને કરશે સંબોધિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં યોજાનારી રોકાણકાર પરિષદને કરશે સંબોધિત

  • ગુજરાતમાં યોજાનારી રોકાણકારોની પરિષદને સંબોધિત કરશે વડાપ્રધાન
  • રોકાણકાર સમિટનું આયોજન
  • ગુજરાત સરકાર દ્વારા આ પરિષદનું આયોજન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે ગુજરાતમાં યોજાનારી રોકાણકારોની પરિષદને સંબોધિત કરશે. બુધવારના રોજ વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્વૈચ્છિક વાહન આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપ નીતિ હેઠળ વાહનોને જંકમાં રૂપાંતરિત કરવા માટે માળખાકીય સુવિધાઓ સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ રોકાણકાર સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:PM Modi ગુજરાતમાં યોજાનારા Investor Summitને વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે

પરિષદનું આયોજન

તે એક સંકલિત સ્ક્રેપિંગ સેન્ટરના વિકાસ માટે અલંગમાં 'શિપ બ્રેકિંગ' ઉદ્યોગ સાથે સિનર્જી પણ જોશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા આ પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:UNSCમાં વડાપ્રધાને કહ્યું - આંતરરાષ્ટ્રીય વેપાર માટે સમુદ્રી રસ્તો જીવાદોરી, આપ્યા પાંચ સિદ્ધાંત

પ્રતિનિધિઓ ગાંધીનગરમાં આયોજિત આ પરિષદમાં ભાગ લેશે

સંભવિત રોકાણકારો ઉપરાંત ઉદ્યોગ નિષ્ણાતો, કેન્દ્ર અને રાજ્યોના સંબંધિત પ્રતિનિધિઓ ગાંધીનગરમાં આયોજિત આ પરિષદમાં ભાગ લેશે. નિવેદન અનુસાર, આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

વાહન સ્ક્રેપિંગ નીતિનો શું છે ઉદ્દેશ

વાહન સ્ક્રેપિંગ નીતિનો ઉદ્દેશ પર્યાવરણને અનુકૂળ અને સલામત રીતે અનુચિત અને પ્રદૂષિત વાહનોને તબક્કાવાર દૂર કરવા માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનો છે.

ABOUT THE AUTHOR

...view details