ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Narendra Modi: PM મોદી દ્વારકામાં દશેરાની ઉજવણીમાં આપશે હાજરી, રામ લીલા મેદાનમાં રાવણના પૂતળાનું કરશે દહન - प्रधानमंत्री नरेंद्र मोदी

આજે દેશમાં દશેરાની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ વચ્ચે વિગતો મળી રહી છે કે વડાપ્રધાન મોદી આજે નવી દિલ્હીમાં  રામલીલા ગ્રાઉન્ડમાં રાવણ દહન કરવા આવશે. આ પહેલા વર્ષ 2019 માં પ્રધાનમંત્રીએ અહીંયાથી જ  રાવણ દહન કર્યું હતું.

pm narendra modi will burn ravana in dwarka on 24 october 2023
pm narendra modi will burn ravana in dwarka on 24 october 2023

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 4:38 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે દ્વારકા સબસિટીના સેક્ટર 10 સ્થિત રામલીલા ગ્રાઉન્ડમાં રાવણ દહન કરવા આવશે. રામલીલા સમિતિના સંયોજક રાજેશ ગેહલોતે મીડિયાને આ માહિતી આપી છે. અગાઉ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં રાવણ દહન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મંગળવારે સાંજે 5 વાગે દ્વારકા આવશે.

વડાપ્રધાનના આગમનને લઈને અટકળો:આજે દશેરા છે. ત્યારે દ્વારકા સેક્ટર 10માં આયોજિત 11મી ભવ્ય રામલીલામાં વડાપ્રધાનના આગમનને લઈને અટકળો ચાલી રહી હતી. પરંતુ અંત સુધી તેની પુષ્ટિ થઈ ન હતી. સોમવારે મોડી સાંજે આ માહિતી આપવામાં આવી હતી. જોકે હજુ પણ વડાપ્રધાન આવશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. તારીખ 15 ઓક્ટોબરથી રામલીલા શરૂ થઈ ત્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના દિલ્હી રાજ્યએ શૌર્ય જાગરણ યાત્રા કાઢી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હજારો કાર્યકરોએ ભાગ લીધો હતો. રામલીલામાં 10,000 લોકો બેસી શકે છે. રામલીલા જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે.

મોટા કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન: તાજેતરના સમયમાં વડાપ્રધાન મોદીની દ્વારકા વિસ્તારની આ બીજી મુલાકાત છે. અગાઉ તેમણે અહીં એક મોટા કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત દ્વારકા સેક્ટર 23 ના નવનિર્મિત મેટ્રો સ્ટેશનનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના આગમનની જાહેરાતને લઈને સવારથી જ આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવશે અને સુરક્ષાની દ્રષ્ટિએ અનેક માર્ગ ડાયવર્ટ કરી શકાશે. પોલીસ બંદોબસ્ત વધારવામાં આવશે, કારણ કે વડા પ્રધાનની સુરક્ષામાં NSG કમાન્ડો સિવાય SPG ટીમ છે.

  1. Amit Shah's Bastar visit: છત્તીસગઢને નક્સલવાદમાંથી મુક્તિ અપાવીશું- અમિત શાહ
  2. VIJAYADASHAMI 2023: રાવણના દુર્ગુણોને ભસ્મીભૂત કરવાની સાથે તેના સદગુણોને અપનાવવા જોઈએ
  3. Rupal Vardayi matta palli : રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લી ભરવામાં આવી, રસ્તાઓ પર ધી ની નદિઓ વહેતી જોવા મળી

ABOUT THE AUTHOR

...view details