- વડાપ્રધાન મોદી બલરામપુર યુપીમાં સરયુ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
- સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું પર કામ 1978માં શરુ થયું હતું
- સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટમાં પાંચ નદીઓને પણ જોડવામાં આવી છે
- ખેડુતોને મોટા પાયે ઉત્પાદક ક્ષમતાનો લાભ લઈ શકશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાની મુલાકાત(PM Narendra Modi UP visit) લેશે અને સરયૂ નહેર રાષ્ટ્રીય(Saryu Canal project) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ 14 લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડશે અને વિસ્તારના લગભગ 29 લાખ ખેડૂતોને ફાયદો થશે. PMOએ(project management office) શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી શનિવારે બહરાઈચ, શ્રાવસ્તી અને બલરામપુર થઈને ગોરખપુર જતી 318 કિલોમીટર લાંબી અને લગભગ 9,800 કરોડ રૂપિયાના ખર્ચવાળી સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું(Saryu Canal project in Balrampur) ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે...
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે, 'હું 11 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક સરયુ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન(PM Modi inaugurates Saryu Canal National Project) કરવા આવીશ. આ પ્રોજેક્ટ પૂર્વીય ઉત્તર પ્રદેશમાં સિંચાઈ(canal irrigation in up) સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવશે અને અમારા મહેનતુ ખેડૂતોને મદદ કરશે. સરયૂ કેનાલ નેશનલ પ્રોજેક્ટ(Saryu Canal National Project) પર કામ 1978માં શરૂ થયું હતું પરંતુ દાયકાઓ સુધી આ પ્રોજેક્ટ ક્યારેય પૂરો થયો ન હતો. ખર્ચા વધ્યા અને લોકોની મુશ્કેલી પણ વધી.
સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું પર કામ 1978માં શરુ થયું હતું
PMOએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પર કામ 1978માં શરૂ થયું હતું. પરંતુ બજેટ ફાળવણી, સંબંધિત વિભાગો વચ્ચે સંકલન અને યોગ્ય દેખરેખના અભાવને કારણે તેમાં વિલંબ થયો અને લગભગ ચાર દાયકા સુધી તે જમીન પરથી ઉતરી શક્યું નહીં. આ ઉપરાંત ખેડૂતોના કલ્યાણ અને સશક્તિકરણની પ્રતિબદ્ધતા તેમજ રાષ્ટ્રીય મહત્વના પેન્ડિંગ પ્રોજેક્ટને અગ્રતાપૂર્ણ રીતે પૂર્ણ કરવાને કારણે વડાપ્રધાનું ધ્યાન આ પ્રોજેક્ટ પર કેન્દ્રિત કર્યું.
ચાર વર્ષમાં આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ કર્યું