ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modiનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, PMOએ ટ્વિટ કરી આપી જાણકારી - twitter account of PM Modi Hacked

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)નું ટ્વિટર એકાઉન્ટ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું(twitter account of PM Modi Hacked) હતું. જો કે, થોડા સમય બાદ ટ્વિટર પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું અને આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ટ્વીટ્સ ડિલીટ કરવામાં આવી હતી. તેની જાણકારી PMOએ ટ્વીટ કરીને આપી છે.

PM Modiનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, PMOએ ટ્વિટ કરી આપી જાણકારી
PM Modiનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, PMOએ ટ્વિટ કરી આપી જાણકારી

By

Published : Dec 12, 2021, 7:00 AM IST

  • PM Modiનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક
  • PMOએ ટ્વિટ કરી આપી જાણકારી
  • ટ્વિટર હેન્ડલ પર બિટકોઈન વિશે બે ટ્વિટ કરવામાં આવી

નવી દિલ્હીઃ હેકર્સે શનિવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)નું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું(twitter account of PM Modi Hacked) હતું. આ વાત ત્યારે સામે આવી જ્યારે ત્રણ મિનિટમાં તેના ટ્વિટર હેન્ડલ પર બિટકોઈન વિશે બે ટ્વિટ કરવામાં આવી. PM Modiનું પોતાનું ટ્વિટર એકાઉન્ટ(Twitter Account of PM Modi) હેક થવાના સમાચારે હંગામો મચાવ્યો હતો.

એકાઉન્ટને સુરક્ષિત કરવામાં આવ્યું

આ ટ્વિટ મોડી રાત્રે લગભગ બે વાગ્યે કરવામાં આવી હતી. જો કે, હવે પીએમ મોદીનું ટ્વિટર હેન્ડલ રિસ્ટોર કરવામાં આવ્યું છે અને તે ટ્વીટને તાત્કાલિક ડિલીટ કરી દેવામાં આવી છે. આ માહિતી વડાપ્રધાનના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ PMO દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે. તેણે લખ્યું કે, પીએમનું ટ્વિટર હેન્ડલ @narendramodi એકાઉન્ટ થોડા સમય માટે હેક થયું હતું. આ મામલો ટ્વિટર સુધી પહોંચ્યો અને તરત જ એકાઉન્ટને સુરક્ષિત કરવામાં આવ્યું. PMO તરફથી કહેવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા ટ્વીટને નજરઅંદાજ કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details