અયોધ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રામનગરી અયોધ્યામાં(PM narendra modi at deepotsav in ayodhya) દીપોત્સવના સાક્ષી બનશે. આ પ્રસંગે તેઓ રામલલા વિરાજમાનની પૂજા કરશે. આ સાથે તેઓ રામ મંદિરના નિર્માણ કાર્યની સમીક્ષા અને નિરીક્ષણ પણ કરશે. શનિવારે તેમના આગમનને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં તૈયારીઓ ચાલુ છે.
અયોધ્યામાં આજે દીપોત્સવ, નરેન્દ્ર મોદી સાંજે અયોધ્યા પહોંચશે - PM narendra modi at deepotsav in ayodhya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM narendra modi at deepotsav in ayodhya) દિવાળીના પર્વ પર (deepotsav in ayodhya) આજે રવિવારે અયોધ્યાના દીપોત્સવમાં (Ayodhya Deepotsav 2022) ભાગ લેશે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ગીનીસ બુકમાં રેકોર્ડ નોંધાશે: આજે 23 ઓક્ટોબર અયોધ્યામાં છઠ્ઠો દીપોત્સવ મનાવવામાં આવશે. આ વખતે 14.50 લાખ દીવા પ્રગટાવીને ગીનીસ બુકમાં રેકોર્ડ નોંધાશે. 2017થી શરૂ થયેલા, આ કાર્યક્રમની તૈયારીમાં CM (Yogi Adityanath in Ayodhya) યોગી વ્યસ્ત છે. આ દીપોત્સવને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દરેક સ્તરે તૈયારીઓમાં વ્યસ્ત છે.
ભગવાન રામનો રાજ્યાભિષેક કરાશે:આ કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી (pm narendra modi in ayodhya) આજે સાંજે અયોધ્યા પહોંચશે. તેઓ ભગવાન શ્રી રામલલા વિરાજમાનને પ્રાર્થના કરશે અને તે પછી તીર્થક્ષેત્રમાં ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કરશે. વડાપ્રધાન લગભગ 5.45 વાગ્યે ભગવાન રામનો રાજ્યાભિષેક કરશે અને તે પછી તેઓ સરયૂ નદીના કિનારે બનેલા નવા ઘાટ પર આરતી પણ કરશે. તેમના આગમનને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં છેલ્લા તબક્કાની તૈયારીઓ ચાલુ છે.