જમ્મુ-કાશ્મીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કાશ્મીરની મુલાકાતે (PM Modi on a visit to Kashmir) છે. આ દરમિયાન તેમણે કહ્યું કે હું કાશ્મીરના યુવાનોને વચન (PM Modi statement) આપું છું કે તેમને ભૂતકાળમાં તેમના માતા-પિતા અને વડીલોએ જે મુશ્કેલીઓ સહન કરવી પડી હતી તે સહન નહીં કરવી પડે. તેમણે સાંબા જિલ્લાના પાલી પંચાયત બ્લોકમાં મંચ પરથી આ વાત કહી હતી. લોકોને સંબોધતા તેમણે એમ પણ કહ્યું કે ન તો આ જગ્યા તેમના માટે નવી છે અને ન તો અહીંના લોકો માટે. તેમણે કહ્યું કે, આજે 20 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેનાથી કાશ્મીરના યુવાનો માટે રોજગારીનું સર્જન થશે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં પીએમ મોદીએ 370નો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર સાધ્યું નિશાન
સાથે જ જન ઔષધિ કાર્ડ વિશે તેમણે કહ્યું કે આના દ્વારા લોકોને સસ્તા ભાવે દવાઓ ખરીદવામાં સરળતા રહેશે. પીએમ મોદીએ કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીરમાં વિકાસની નવી શરૂઆત થઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં પાલી પ્રથમ કાર્બન મુક્ત પંચાયત હશે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, હું પંચાયતના પ્રતિનિધિઓને મળ્યો અને તેમના સપના અને મિશન વિશે સાંભળ્યું. વિકાસ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા જોઈને હું ખૂબ જ ખુશ છું. પંચાયતના પ્રતિનિધિઓએ આજે મને જણાવ્યું કે દરેકના પ્રયાસનો ખરેખર અર્થ શું છે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પરથી 09:30 કલાકે રાષ્ટ્રને કરશે સંબોધિત
તે જ સમયે, રેલી વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા 10 દિવસથી રેલીમાં આવેલા મહેમાનોને ગામલોકો મફત ભોજન ખવડાવી રહ્યા છે. હું તેમની ભાવનાને વંદન કરું છું. તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં કાશ્મીરમાં ઘણો વિકાસ થયો છે અને જમ્મુ-કાશ્મીરના લોકો લગભગ 200 નવા કાયદા લાગુ કરીને સશક્ત બન્યા છે. વધુમાં, પાવર સેક્ટરમાં જમ્મુ અને કાશ્મીરને નવી ઊંચાઈઓ પર લઈ જવાની અપાર સંભાવનાઓ છે અને તેમની સરકાર અહીંના દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.