- નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકાના પ્રવાસે જવા રવાના થઇ ગયા છે
- વિદેશ પ્રઘાન, એનએસએ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ અમેરિકા જશે
- પીએમ મોદી પ્રવાસના પહેલા દિવસે યુએસ પ્રમુખ બાઇડેન દ્વારા આયોજિત કોવિડ -19 ગ્લોબલ સમિટમાં ભાગ લેશે
- બંને દેશો વચ્ચે વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા, વેપાર, સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત કરવા વગેરે પર ચર્ચા થવાની અપેક્ષા છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકાના પ્રવાસ માટે રવાના થયા છે અને 26 સપ્ટેમ્બરે દિલ્હી પરત ફરશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ મંગળવારે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી.
તેમણે કહ્યું કે વિદેશ પ્રઘાન એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ વડાપ્રધાન સાથે અમેરિકાની મુલાકાત લેશે. અમેરિકાની મુલાકાત દરમિયાન પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમજ વડાપ્રધાન મોદી ક્વાડ નેતાઓની બેઠકમાં ભાગ લેશે. આ સિવાય તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠકને સંબોધિત કરશે.
આ પણ વાંચો : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન અને PM મોદીની થશે મુલાકાત, અમેરિકા જશે વડાપ્રધાન : બન્ને દેશોના સંબંધો વધુ મજબુત બનશે
પીએમ મોદી બાઇડેન દ્વારા આયોજિત કોવિડ -19 ગ્લોબલ સમિટમાં ભાગ લેશે
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે, પીએમ મોદી પ્રવાસના પહેલા દિવસે યુએસ પ્રમુખ બાઇડેન દ્વારા આયોજિત કોવિડ -19 ગ્લોબલ સમિટમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે 24 સપ્ટેમ્બરે પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભારત-અમેરિકા સંબંધોની સમીક્ષા કરશે. આ દરમિયાન, બંને દેશો વચ્ચે વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા, વેપાર, સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત કરવા વગેરે પર ચર્ચા થવાની અપેક્ષા છે.
ભારતમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદી અમેરિકાની કેટલીક મોટી કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે.
વિદેશ સચિવે કહ્યું કે, 25 સપ્ટેમ્બરે વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. તેમના સંબોધનમાં, વડાપ્રધાન સરહદ પાર આતંકવાદ, કોવિડ અને વૈશ્વિક પરિવર્તનના વૈશ્વિક પ્રયાસો, બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત જેવા મહત્વના મુદ્દાઓ વિશે વાત કરશે. યુએન સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્ય બનવાના ભારતના પ્રયાસ અંગે વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન તેમના સંબોધનમાં ચોક્કસપણે ઉલ્લેખ કરશે કે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા કેવી રીતે થઈ શકે છે, તેની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના મુદ્દાઓ પર ચોક્કસપણે ચર્ચા થશે. ભારતમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદી અમેરિકાની કેટલીક મોટી કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે.
આ પણ વાંચો : UNમાં QUAD દેશોના રાજદૂતોએ જળવાયુ પરિવર્તન પર ધ્યાન આપવાનો સંકલ્પ કર્યો
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ ત્રીમૂર્તિએ સોમવારે જણાવ્યું કે પીએમ મોદી 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકને સંબોધિત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ આ સત્રમાં વિશ્વના નેતાઓને સંબોધિત કરશે.