- વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કૈચ ધ રેન અભિયાનની શરૂઆત કરાશે
- મોન્સૂન અને પ્રિ-મોન્સૂન દરમિયાન 22 માર્ચથી 30 નવેમ્બર સુધી કાર્યક્રમ કરાશે
- જળસંગ્રહ માટે ગ્રામસભાઓમાં 'જળ શપથ' પણ લેવામાં આવશે
નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ જળ દિવસે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સોમવારે કૈચ ધ રેન એટલે કે, વરસાદના પાણી સંગ્રહ અભિયાનની શરૂઆત કરાશે. આ અભિયાનનો હેતુ લોકોના સહયોગ દ્વારા જમીનીસ્તરે પાણીનું જતન કરવાનું છે. આ અભિયાનનો અમલ ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન દેશભરમાં 22 માર્ચથી 30 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે.
આ પણ વાંચો:કોરોનાના વધતા વ્યાપ અંગે વડાપ્રધાન મોદીની તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક શરૂ
વરસાદી જળ સંચયન અભિયાન હાથ ધરાશે
દેશભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વરસાદી જળ સંચયન અભિયાન હાથ ધરવામાં આવશે અને તેનું સૂત્ર હશે, 'જ્યાં પણ પડે અને જ્યારે પણ પડે, વરસાદનું પાણી એકત્રિત કરો'. સોમવારથી શરૂ થઈને આ અભિયાન 30 નવેમ્બર સુધી પ્રિ-મોન્સૂન અને મોન્સૂન દરમિયાન લાગુ કરવામાં આવશે. લોકોના સહયોગથી દરેક ગામમાં આ જન આંદોલનનું આયોજન કરવામાં આવશે. જેથી, વરસાદના પાણીનો યોગ્ય સંગ્રહ થાય અને ભૂગર્ભ જળ સપાટી સુધરી શકે છે.
આ પણ વાંચો:ભારત અને ફિનલેન્ડ વચ્ચે મંગળવારે વર્ચ્યૂઅલ સંમેલન યોજાશે
વડાપ્રધાન કાર્યાલયે નિવેદન જાહેર કર્યું
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન આ અભિયાનની શરૂઆત વીડિયો કૉન્ફરન્સ દ્વારા બપોરે 12.30 વાગ્યે કરશે. આ કાર્યક્રમ બાદ પાણી અને જળસંચયને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવા દરેક જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં (ચૂંટણીલક્ષી રાજ્યો સિવાય) ગ્રામસભાઓ યોજવામાં આવશે. જળસંગ્રહ માટે ગ્રામસભાઓમાં 'જળ શપથ' પણ લેવામાં આવશે.