નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની અમેરિકા યાત્રા પહેલાં પાડોશી દેશ ચીન સાથેના મતભેદોને લઇને પૂછાયેલા જવાબમાં વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે ચીન સાથે સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જરૂરી છે.
અમે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવા, કાયદાના શાસનનું પાલન કરવા અને મતભેદો અને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણમાં માન્યતા ધરાવીએ છીએ. ભારત તેના સાર્વભૌમત્વ અને ગૌરવની રક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર અને પ્રતિબદ્ધ છે. ચીન સાથે સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જરૂરી છે...વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વોલ સ્ટ્રીટ જર્નલ સાથે મહત્ત્વની વાતચીત: પીએમ મોદી આજથી ચાર દિવસ અમેરિકા પ્રવાસ પર છે. તેઓ આજે સવારે નવી દિલ્હીથી અમેરિકા જવા રવાના થઇ ચૂક્યાં છે. ત્યારે પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા પીએમ મોદી સાથે વિવિધ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી જેમાં ભારત અને ચીનના સંબંધો વિશે જે કોઇ મુદ્દા છે તેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે 'બંને દેશોના સંબંધો સામાન્ય રહે તે માટે સીમા પર શાંતિ અને સ્થિરતા હોવી જરુરી છે. સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવો, કાયદાના શાસનનું પાલન કરવું અને મતભેદો અને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ લાવવું તેમાં અમારો મૂળ વિશ્વાસ છે. આ સાથે જ ભારત પોતાની અખંડિતતા અને ગરિમાના રક્ષણ માટે પૂર્ણપણે તૈયાર અને પ્રતિબદ્ધ છે.'
ગલવાન ઘાટીની અથડામણને યાદ કરાઇ : ઉલ્લેખનીય છે કે 15 જૂન 2020ના રોજ પૂર્વ લદ્દાખમાં આવેલી ગગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. છેલ્લા પાંચ દાયકાના ઇતિહાસમાં આ પ્રકારે વાસ્તવિક નિયંત્રણ રેખા પર થયેલી પહેલી અથડામણ હતી જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે.
યુક્રેન અને રશિયા યુદ્ધમાં કોના પક્ષે ભારત?: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતની ભૂમિકાને પણ વોલ સ્ટ્રીટ જર્નલ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કરી આપી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત શાંતિના પક્ષમાં છે. તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અને દેશોની અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. વિવાદોનો ઉકેલ યુદ્ધથી નહીં લાવતાં મુત્સદ્દીગીરી અને સંવાદ દ્વારા લાવવો જોઈએ.
ભારતની પહેલી પ્રાથમિકતા શાંતિ : પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે કેટલાક લોકો એમ કહે છે કે અમે તટસ્થ છીએ. પરંતુ અમે તટસ્થ નથી પણ શાંતિના પક્ષમાં છીએ. વિશ્વને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતની પહેલી પ્રાથમિકતા શાંતિ છે. સંઘર્ષનોને સમાપ્ત કરવામાં અને સ્થિરતાભરી શાંતિ સુનિષ્ચિત કરવા માટે જે કંઇ કરી શકે તે કરશે. આ દિશામાં ભાતર બધાં જ વાસ્તવિક પ્રયત્નોનું સમર્થન કરે છે.
ભારત અમેરિકાના સંબંધો વિશે ચર્ચા : પીએમ મોદી અમેરિકાની મુલાકાતમાં ચાર દિવસ સુધી રોકાણ કરવાના છે અને કેટલાક મહત્ત્વના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે વોલ સ્ટ્રીટ જર્નલ સાથેની વાતચીતમાં ભારત અમેરિકાના સંબંધો વિશે ચર્ચા કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે બંને દેશના નેતાઓને પરસ્પર અભૂતપૂર્વ વિશ્વાસ છે. ભારત એક ઉચ્ચ, ગહન અને વ્યાપક પ્રોફાઇલ સાથે વિસ્તૃત ભૂમિકાનો હકદાર છે. અમે ભારતને કોઇ અન્ય દેશની જગ્યા લેનારાના રુપમાં નથી જોતાં. અમે આ પ્રક્રિયાને ભારતનું વિશ્વ સમક્ષ પોતાનું યોગ્ય સ્થાન મેળવવાના પ્રયત્નના રુપમાં નિહાળીએ છીએ.
મોદીના વિચારો પર કોનો પ્રભાવ: વડાપ્રધાને જણાવ્યું કે તેઓનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો છે અને આ જ કારણ છે કે તેમની વિચાર પ્રક્રિયા, તેમનું આચરણ અથવા તો તેઓ જે કહે છે તે કરે છે એ દેશની વિશેષતાઓ અને પરંપરાઓથી પ્રેરિત છે, પ્રભાવિત છે. તેમણે પોતાનો દેશ વિશેનો વિચાર વધુ વિસ્તૃતપણે જણાવતાં કહ્યું કે "મને તેનાથી શક્તિ મળે છે, હું મારા દેશને દુનિયા સામે એવી જ રીતે પ્રસ્તૂત કરું છું જેવો મારો દેશ છે અને પોતાને પણ, કે જેવો હું છું.'
- PM Modi US Visit : પીએમ મોદી અમેરિકા રવાના, ચાર દિવસમાં ટેસ્લા સીઈઓ મસ્ક સહિત કોને કોને મળશે જાણો
- PM Modi US tour: યોગ દિવસની ઉજવણી પૂર્વે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં તૈયારીઓ
- International News: જ્હોન કિર્બીએ કહ્યું ભારત એક જીવંત લોકશાહી છે, દિલ્હીની મુલાકાત લો અને જાતે જ જુઓ