ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવા સંસદ ભવનમાં અશોક સ્તંભનું અનાવરણ, ઓવૈસીએ કહ્યુ બંધારણીય ધોરણોનું ઉલ્લંઘન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નવા સંસદભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ (PM Modi Unveiling Ashoka Stambh) કર્યું હતું. નવ મહિનામાં બનેલા આ સ્તંભનું વજન 9,500 કિલો છે.

નવા સંસદ ભવનમાં અશોક સ્તંભનું અનાવરણ, ઓવૈસીએ કહ્યુ બંધારણીય ધોરણોનું ઉલ્લંઘન
નવા સંસદ ભવનમાં અશોક સ્તંભનું અનાવરણ, ઓવૈસીએ કહ્યુ બંધારણીય ધોરણોનું ઉલ્લંઘન

By

Published : Jul 11, 2022, 5:23 PM IST

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદની નવી ઇમારતની છત પર રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ (PM Modi Unveiling Ashoka Stambh) કર્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાંસ્યમાંથી બનેલા પ્રતીકનું વજન 9,500 કિલો છે અને તેની ઊંચાઈ 6.5 મીટર છે. તેમણે કહ્યું કે, તે નવા સંસદ ભવનની ટોચ પર બનાવવામાં આવ્યું છે અને પ્રતીકને ટેકો આપવા માટે તેની આસપાસ લગભગ 6,500 કિલોનું સ્ટીલ સ્ટ્રક્ચર (Ashok stambh structure) બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:આભ ફાટ્યાના 2 દિવસ બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ, ભક્યોમાં અનોખો ઉત્સાહ

આ દરમિયાન મોદીએ સંસદભવનના નિર્માણ કાર્યમાં લાગેલા મજૂરો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીક સ્થાપિત (PM Modi unveiled bronze National Emblem) કરવાનું કામ આઠ જુદા જુદા તબક્કામાં પૂર્ણ થયું છે. આમાં માટીમાંથી મોડલ બનાવવા, કોમ્પ્યુટર ગ્રાફિક્સ બનાવવા અને બ્રોન્ઝ ફિગરને પોલિશ કરવાનો સમાવેશ થાય છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદના કામમાં જોડાયેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી.

આ પણ વાંચો:શું પીજી વિના કોઈ ગણિતમાં પીએચડી કરી શકે?

ઓવૈસીનું ટ્વીટ – PM એ બંધારણીય ધોરણોનું ઉલ્લંઘન કર્યું: હૈદરાબાદના સાંસદ અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM) પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ PMના પગલા પર સવાલ ઉઠાવ્યા છે. ઓવૈસીએ ટ્વીટ કર્યું કે 'સંવિધાન સંસદ, સરકાર અને ન્યાયતંત્રની શક્તિઓને અલગ કરે છે. PM, સરકારના વડા તરીકે, નવા સંસદ ભવન ઉપર રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ કરવું જોઈએ નહીં. લોકસભાના સ્પીકર LSનું પ્રતિનિધિત્વ કરે છે જે સરકારને ગૌણ નથી. પીએમએ તમામ બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details