મોરબી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિ (Hanuman Jayanti 2022) પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં બનેલી હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું (PM Modi unveils 108 ft Lord Hanuman statue in Morbi) હતું. હનુમાનજી ચાર ધામ પ્રોજેક્ટ (Hanumanji Char Dham Project) હેઠળ દેશભરમાં ચાર દિશામાં સ્થાપિત કરવામાં આવી રહેલી ચાર મૂર્તિઓમાંથી આ બીજી છે. તો મોરબીમાં આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીય, ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાને દેશવાસીઓને આપી શુભેચ્છા - આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, હનુમાન જયંતિના (Hanuman Jayanti 2022) શુભ પ્રસંગે પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગે આજે મોરબીમાં હનુમાનજીની આ ભવ્ય મૂર્તિનું લોકાર્પણ (PM Modi unveils 108 ft Lord Hanuman statue in Morbi) કરવામાં આવ્યું છે. દેશ અને દુનિયાભરના હનુમાનના ભક્તો માટે આ ખૂબ જ સુખદ છે, રામ ભક્તો માટે, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.
દેશમાં 4 ખૂણામાં સ્થાપિત કરાઈ પ્રતિમા -વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભગવાન હનુમાનજી દરેકને તેમની ભક્તિ, તેમની સેવા સાથે જોડે છે. દરેક વ્યક્તિને હનુમાનજી પાસેથી પ્રેરણા મળે છે. હનુમાન એ શક્તિ અને શક્તિ છે, જેમણે વનમાં રહેતી તમામ પ્રજાતિઓ અને વનબંધુઓને આદર અને આદર આપવાનો અધિકાર આપ્યો. એટલા માટે હનુમાનજી એ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો પણ મહત્વનો દોર છે. તેમણે કહ્યું, મને કહેવામાં આવ્યું છે કે હનુમાનજીની આ તાહરની 108 ફૂટ ઊંચી પ્રતિમા દેશના અલગ-અલગ ખૂણામાં સ્થાપિત કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી આપણે શિમલામાં હનુમાનજીની પ્રતિમા જોઈ રહ્યા છીએ, આજે મોરબીમાં વધુ એક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. વડાપ્રધાને કહ્યું કે દક્ષિણમાં રામેશ્વરમ અને પશ્ચિમ બંગાળમાં અન્ય બે મૂર્તિઓ સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.
હનુમાનધામ ખાતે યોજાઈ શ્રીરામ કથા-મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે હનુમાનજી મહારાજની 108 ફૂટ ઊંચી પ્રતિમા અનાવરણ નિમિતે શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાની પૂર્ણાહુતિ પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલ રીતે જોડાઈને આ વિશાળ પ્રતિમાનું લોકાપર્ણ (PM Modi unveils 108 ft Lord Hanuman statue in Morbi) કર્યું હતું. તેમજ 45 મિનીટ લાંબું સંબોધન પણ કર્યું હતું. તે દરમિયાન વડાપ્રધાને મોરબીમાં આવેલા સંકટ સમયે ખોખરા હનુમાન મંદિરે કરેલી સેવાને વખાણી હતી.
વડાપ્રધાને જૂની યાદોને વાગોળી -વડાપ્રધાને મોરબીના સંત કેશવાનંદ બાપુની સંતોની ભૂમિને વંદન કરી જૂની યાદો વાગોળી હતી અને ભૂકંપ સહિતના મોરબીમાં આવેલા સંકટ સમયે તેમણે ખોખરા હનુમાન મંદિરમાં કેશવાનંદ બાપુ સાથે આવી અહીંથી તેઓ સેવા આપતા હતા. તેમને સેવા કરવાની પ્રેરણા કેશવાનંદ બાપુ પાસેથી મળી હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. તેમ જ સંતોની ભૂમિ અને મોરબીવાસીઓની ખુમારીને વખાણી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, હનુમાનજી શક્તિનું પ્રતિક (Hanumanji symbolizes power) છે તેમ છતાં તેઓ પોતાને સેવક માને છે.
ભાજપ ભગવાન શ્રીરામના સૌને સાથે લઈને ચાલવાની શીખ પર ચાલી રહી છેઃ PM -વડાપ્રધાને સંબોધનમાં ઉમેર્યું હતું કે, ભગવાન હનુમાનજીએ માતા સીતાને શોધવાથી લઈને લંકાથી પરત લાવી ભગવાન શ્રીરામની સેવા કરી હતી. તેમ છતાં તે બધું ભગવાન શ્રીરામની ઈચ્છાથી થયાનું જણાવ્યું હતું. અને તેઓ જે કંઈ કરે છે. તે ભગવાનની મરજીથી થતું હોવાનું જણાવ્યું હતું. રામ ભગવાન સૌને સાથે લઈને ચાલવાનું શીખવે છે, જે મંત્ર મુજબ ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર પર ચાલતી હોવાનું જણાવ્યું હતું.