- શ્રીવાસ્તીના મહાન યોદ્ધા રાજા સુહેલદેવની 4.30 મીટર ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ
- બહરાઈચમાં વિકાસના આકાંક્ષી જિલ્લામાં આરોગ્યની સુવિધાથી જીવન સરળ બનશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વસંત પંચમી નિમિત્તે શુભેચ્છા પાઠવી
લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રાવસ્તીના મહાન યોદ્ધા રાજા સુહેલદેવની 4.20 મીટર ઊંચી પ્રતિમાના નિર્માણ સહિત સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ શિલાન્યાસ કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ બહરાઈચ સ્થિત કાર્યક્રમ સ્થળ ચિતોરામાં હાજર રહ્યા હતા.
બહરાઈચમાં આરોગ્ય સુવિધા મળવાથી અનેક લોકોનું જીવન સુધરશેઃ PM
વડાપ્રધાને જણાવ્યું હતું કે, બહરાઈચ જેવા વિકાસના આકાંક્ષી જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ વધારવાથી અહીંના લોકોનું જીવન સરળ બનશે. આનો લાભ આસપાસના જિલ્લા શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગરને તો થશે જ પરંતુ નેપાળથી આવનારા દર્દીઓને પણ અહીં મદદ મળશે. દેશની 500થી વધારે રજવાડાંઓને એક કરવાનું અઘરું કામ કરનારા સરદાર પટેલ સાથે શું કરવામાં આવ્યું હતું તે દેશનું દરેક બાળક જાણે છે. આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સરદાર પટેલની છે, જે આપણને પ્રેરણા આપી રહી છે.