હૈદરાબાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે તેલંગાણાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ 13,500 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન બપોરે 2.15 વાગ્યે મહબૂબનગર જિલ્લામાં પહોંચશે. તેઓ રોડ, રેલ્વે, પેટ્રોલિયમ, નેચરલ ગેસ વગેરે જેવા મહત્વના ક્ષેત્રોમાં રૂ. 13,500 કરોડથી વધુના મૂલ્યના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવશે:કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવશે. પીએમ મોદી નાગપુર-વિજયવાડા ઇકોનોમિક કોરિડોરનો એક ભાગ એવા મોટા રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં વારંગલથી ખમ્મમ સેક્શન સુધીનો 108 કિલોમીટર લાંબો ફોર-લેન હાઈવે અને ખમ્મમથી વિજયવાડા સુધીનો 90 કિલોમીટર લાંબો હાઈવે સામેલ છે. આ પ્રોજેક્ટ્સ લગભગ 6400 કરોડ રૂપિયાના કુલ ખર્ચે વિકસાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ્સથી વારંગલ અને ખમ્મામવચ્ચેની મુસાફરીનું અંતર લગભગ 14 કિમી ઘટશે. ખમ્મમ અને વિજયવાડા વચ્ચેનું અંતર લગભગ 27 કિલોમીટર ઓછું થશે. પીએમઓએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન એક રોડ પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. સૂર્યપેટથી ખમ્મમ સુધીની 59 કિમી લાંબી ફોર-લેન રોડ પ્રોજેક્ટ (NH-365BB) અંદાજે રૂ. 2,460 કરોડના ખર્ચે બાંધવામાં આવશે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,'આ પ્રોજેક્ટ હૈદરાબાદ-વિશાખાપટ્ટનમ કોરિડોરનો એક ભાગ છે અને તેને ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવશે. તે ખમ્મમ જિલ્લા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોને પણ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રોજેક્ટ દરમિયાન વડાપ્રધાન 37 કિલોમીટર લાંબી જેકલીન-ક્રિષ્ના નવી રેલ્વે લાઇનને સમર્પિત કરશે. 500 કરોડથી વધુના ખર્ચે બનેલ નવો રેલ લાઇન વિભાગ નારાયણપેટ જિલ્લાના પછાત વિસ્તારોને પ્રથમ વખત રેલ્વે નકશા પર લાવે છે.
- Rahul Gandhi In Shimla: રાહુલ ગાંધી પહોંચ્યા શિમલા, બહેન પ્રિયંકાના ઘરે રોકાશે
- World Culture Festival 2023: આર્ટ ઓફ લિવિંગના વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલમાં 17 હજાર કલાકારો એકઠા થયા, અમેરિકામાં વંદે માતરમનો નારોગુંજ્યો