- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલે (ગુરુવારે) સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન
- સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય કે જેમાં 7,000 જેટલા કર્મચારી અને અન્ય સંગઠન છે
- આફ્રિકા એવન્યુ અને કસ્તુરબા ગાંધી માર્ગ પર 2 નવા પરિસરોમાં સ્થળાંતરિત થવા તૈયાર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (ગુરુવારે) સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય કે જેમાં 7,000 જેટલા કર્મચારી અને અન્ય સંગઠન છે. આફ્રિકા એવન્યુ અને કસ્તુરબા ગાંધી માર્ગ પર 2 નવા પરિસરોમાં સ્થળાંતરિત થવા તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નવા કાર્યાલય પરિસરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. સાઉથ બ્લોક પાસે ડલહૌઝી રોડ પર આવેલા સંરક્ષણ મંત્રાલયને સ્થળાંતરણ કર્યા બાદ ખાલી થયેલી જગ્યાને સેન્ટ્ર્લ વિસ્ટા પુનઃવિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે વડાપ્રધાનના નવા આવાસ અને કાર્યાલય માટે પુનઃવિકાસ કરવામાં આવશે.
આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં 200 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામનું કર્યું લોકાર્પણ
નવું કાર્યાલય સચિવાલય પરિસરમાં બનશે
સંરક્ષણ મંત્રાલયના કાર્યાલયનું સ્થળાંતરણ કરવાથી 50 એકર જમીન ખાલી થવાની આશા છે, જેને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે એક કાર્યકારી એન્કલેવ તરીકે બનાવવામાં આવશે. આફ્રિકા એવન્યુ પર કાર્યાલય પરિસર 7મા માળે છે, જેમાં માત્ર સંરક્ષણ મંત્રાલયનું કાર્યાલય હશે. જ્યારે કસ્તુરબા ગાંધી માર્ગ પર 8 માળની ઈમારતનો ઉપયોગ વર્તમાનમાં પરિવહન ભવન અને શ્રમશક્તિ ભવનમાં આવેલા કાર્યાલયોને અસ્થાયી રીતે સમાવેશી કરવા માટે કરવામાં આવશે. તેનું નવું કાર્યાલય સચિવાલય પરિસરમાં બનાવવામાં આવી રહ્યું છે.