બેંગલુરુ(કર્ણાટક): વડાપ્રધાનનરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) આજથી દક્ષિણ ભારતની બે દિવસીય મુલાકાતે છે. દક્ષિણના ચાર રાજ્યો કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની મુલાકાત લેશે. તેમણે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2નું(Kempegowda International Airport) ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાવ નરેન્દ્ર મોદીએ બેંગલુરુ રેલવે સ્ટેશન પર મૈસુર-ચેન્નઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
બેંગ્લુરુમાં ટ્રાફિક સિગ્નલ પર નારેબાજી, PMએ લોકોનું ઝીલ્યું અભિવાદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) બે દિવસીય દક્ષિણ ભારતના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશનના(Karnataka Public Service Commission) કાર્યાલય પાસે અને મુખ્ય ટ્રાફિક સિગ્નલ પર કાર્યકર્તાઓ અને સમર્થકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.
લોકોનું અભિવાદન ઝીલ્યું: વડાપ્રધાન મોદી ક્રાંતિવીર સાંગોલી બે ટ્રેનોને લીલી ઝંડી બતાવવા માટે રાયન્ના સ્ટેશન જઈ રહ્યા હતા. કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશનના(Karnataka Public Service Commission) કાર્યાલય અને બેંગ્લુરૂના એક મુખ્ય ટ્રાફિક સિગ્નલ પર પોતાની કાર અટકાવી હતી. જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોની મોટી ભીડ ઉમટી હતી. લોકો હાથમાં ભાજપના ઝંડા સાથે મોદી મોદીના નારા લગાવી રહ્યા હતા. પીએમને આવતા જોઈને લોકોમાં એક અલગ જ ઉત્સાહ પેદા થયો અને તેઓ જોરજોરથી નારેબાજી કરવા લાગ્યા. વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને કાર્યકર્તાઓ અને સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારના 'રનિંગ બોર્ડ' પર ઊભા રહીને ભીડનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે KSR(Krantiveera Sangolli Rayanna) રેલ્વે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ રહ્યા હતા.
પ્રવાસ કેમ મહત્વપૂર્ણ? : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કર્યું હતુ. આ ટર્મિનલ લગભગ 5,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યુ્ હતુ. PM મોદી 12 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને તેલંગાણા જશે. આ દરમિયાન તેઓ અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને છ મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. દક્ષિણના રાજ્યોનાં ભાજપનું પ્રભત્વ ઓછું છે. ત્યારે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.