ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi એ પીએમ કિસાન સન્માનનિધિ યોજનાનો 9મો હપ્તો રીલીઝ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Modi ) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ-કિસાન યોજનાનો ( PMKisan ) નવમો હપ્તો જાહેર કર્યો છે. જેમાં એક જ ક્લિક દ્વારા 9.75 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોના ખાતામાં 19,509 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

PM Modi એ પીએમ કિસાન સન્માનનિધિ યોજનાનો 9મો હપ્તો રીલીઝ કર્યો
PM Modi એ પીએમ કિસાન સન્માનનિધિ યોજનાનો 9મો હપ્તો રીલીઝ કર્યો

By

Published : Aug 9, 2021, 2:30 PM IST

  • પીએમકિસાન યોજનાનો 9મો હપ્તો રીલીઝ
  • વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅળ મોડમાં રીલીઝ કર્યો હપ્તો
  • અનેક રાજ્યના મુખ્યપ્રધાનો હાજર રહ્યાં

નવી દિલ્હીઃ પીએમ મોદીએ ( PM Modi ) વર્ચ્યુઅલ લોકાર્પણના માધ્યમથી પીએમકિસાન ( PMKisan ) યોજનાનો 9મો હપ્તો રીલીઝ કર્યો હતો. તેમણે 9.75 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોના ખાતામાં 19,509 કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી.

તમામ રકમ એક જ ક્લિક દ્વારા લાભાર્થીઓના ખાતામાં

વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તમામ રકમ એક જ ક્લિક દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર, કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરી, શોભા કરંદલાજે અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો પણ હાજર રહ્યાં હતાં.

ખેડૂતોના ખાતામાં 19,509 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી

પીએમ-કિસાન યોજના આ દિશામાં સફળ અને અર્થપૂર્ણ

આ પ્રસંગે તોમરે કહ્યું કે ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે પીએમ-કિસાન ( PMKisan ) યોજના આ દિશામાં સફળ અને અર્થપૂર્ણ સાબિત થઈ છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને ખેડૂત લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

દર વર્ષે 6000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે

પીએમ-કિસાન યોજના ( PMKisan ) હેઠળ લાયક લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે. આ નાણાકીય લાભ દર ચાર મહિને 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. ભંડોળ સીધું લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

વડાપ્રધાન કાર્યાલયે ( PM Modi ) જણાવ્યું કે આ યોજના હેઠળ આ પહેલાં 1.38 લાખ કરોડ રુપિયાથી વધુની સન્માન રકમ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં હસ્તાંતરિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભારત છોડો આંદોલનની ભાવનાએ આપણા રાષ્ટ્રના યુવાનોને ઉત્સાહિત કર્યા: પીએમ મોદી

આ પણ વાંચોઃ PM Modi 9 ઓગસ્ટે UNSCની બેઠકની અધ્યક્ષતા કરશે

ABOUT THE AUTHOR

...view details