- 23 માર્ચ દેશમાં શહીદ દિવસ તરીકે ઉજવાય છે
- શહીદ દિવસે વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
- ડૉ. રામ મનોહર લોહિયાને પણ કર્યા યાદ
નવી દિલ્હી: મંગળવારે શહીદ દિવસના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશના સપૂત ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે ભારત માંના આ સપૂત દરેક પેઢીને પ્રેરણા આપે છે.
વડાપ્રધાને ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ
" આઝાદીના ક્રાંતિકારી વીર શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શહીદ દિવસે સલામ. ભારતના આ મહાનપુત્રોનું બલિદાન દેશની દરેક પેઢીને પ્રેરણા આપશે.જય હિંદ. # શહીદદિવસ."
વધુ વાંચો:ભગતસિંહની સ્મૃતિમાં કાર્યક્રમની મંજૂરી માટે પાકની કોર્ટમાં અરજી દાખલ
વર્ષ 1931માં બ્રિટીશ ગવર્નમેન્ટે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના બલિદાનને યાદ રાખવા માટે માર્ચ 23એ ભારતમાં શહીદ દિવસ તરીકે ઉજવાય છે. આ ત્રણેય શહીદોને 1928માં પોલીસ સુપ્રિટેન્ડન્ટ જે.પી. સેન્ડર્સની હત્યાના કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા હતાં.
વડાપ્રધાને ડૉ. રામ મનોહર લોહિયાને કર્યા યાદ
વડાપ્રધાને આ પ્રસંગે ડૉ. રામ મનોહર લોહિયાને જેમની જન્મ જયંતિ પણ યાદ કર્યા હતાં. વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે દેશને તેજ અને પ્રગતિશીલ વિચારવાળી દિશા આપી છે. તેમના કાર્યોથી દેશ હંમેશા પ્રેરણા લેશે. લોહિયાનો જન્મ ઉત્તરપ્રદેશના અકબરપુરમાં થયો હતો. તેમણે બ્રિટીશ રાજના છેલ્લા તબક્કામાં કોંગ્રેસના રેડિયો માટે કાર્ય કર્યું હતું. જે ગુપ્ત રીતે મુંબઇના અનેક વિસ્તારોમાં 1942 સુધી ચાલતો હતો.
વધુ વાંચો:શહીદ દિવસ: AAP એ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને અર્પી શ્રદ્ધાંજલી