નવી દિલ્હી: ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈતિહાસ રજૂ કરવામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ભૂમિકા (The Kashmir Files) પર બોલે છે. તેમણે 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો પણ ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું કે, હાલના દિવસોમાં આ ફિલ્મ ઘણી ચર્ચામાં છે અને જે લોકો "અભિવ્યક્તિની સ્વતંત્રતાના ઝંડા લઈને ફરતા (PM Modi On The Kashmir Files) હોય છે, તે આખી ગેંગ છેલ્લા 5-6 દિવસથી અસ્ત-વ્યસ્ત થઈ ગઈ છે અને તથ્યોની સમીક્ષા કરવાને બદલે તેણે બદનામ કરવાના અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે."
આ પણ વાંચો:ભારતીય વૈજ્ઞાનિકોએ ઓછા ખર્ચે બનાવ્યું ટચલેસ સેન્સર, વાયરસથી બચવામાં કરશે મદદ
5-6 દિવસથી આ પ્રકારનુ ષડયંત્ર ચાલી રહ્યું છે: કોઈ સત્યને સામે લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તો તેને જે સાચુ લાગ્યુ તે દર્શાવવાનો પ્રયત્ન તેણે કર્યો, પણ ના તો તે સત્યને સમજવાની તૈયારી છે, કે ના તો તેને સ્વીકારવાની તૈયારી છે અને ના તો દુનિયા તેને જોઈ તેની મંજુરી છે, છેલ્લા 5-6 દિવસથી આ પ્રકારનુ ષડયંત્ર ચાલી રહ્યું છે.
સત્યને સાચા અર્થમાં દેશની સામે લાવવુ એ દેશની ભલાઈ:મારો વિષય કોઈ ફિલ્મ પર નથી, મારો વિષય એ છે કે, જે સત્ય છે તેને સાચા અર્થમાં દેશની સામે લાવવુ એ દેશની ભલાઈ માટે સારુ છે, તેના અનેક દષ્ટિકોણ હોય શકે છે, કોઈને એક વસ્તુ દેખાય છે, તો કોઈકને બીજી વસ્તુ દેખાશે! જેમને લાગે છે કે, ફિલ્મ સારી નથી બની, તો તે બીજી ફિલ્મ બનાવી શકે છે, કોણ તમને રોકી રહ્યું છે, પણ તેઓ તો આશ્ચર્યચકિત છે કે, જે સત્યને આટલા સમયથી દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો, તે તથ્યોના આઘારે બહાર લાવવામાં આવી રહ્યું છે અને કોઈ મહેનત કરીને તેને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અવા લોકો જે સત્ય માટે જીવે છે, તેઓ સત્ય માટે ઉભા રહે એ તેમની જવાબદારી માને છે અને હું આશા કરૂ છુ કે, દરેક લોકો આ જવાબદારી ઉઠાવશે.