ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ મહિનાના અંત સુધીમાં વડાપ્રધાન જઈ શકે છે અમેરિકાના પ્રવાસે - सितंबर के अंत में अमेरिका की यात्रा पर पीएम मोदी

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં અમેરિકા પ્રવાસે જઈ શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ મહિનાના અંત સુધીમાં વડાપ્રધાન જઈ શકે છે અમેરિકાના પ્રવાસે
આ મહિનાના અંત સુધીમાં વડાપ્રધાન જઈ શકે છે અમેરિકાના પ્રવાસે

By

Published : Sep 4, 2021, 11:10 AM IST

  • સપ્ટેમ્બર મહિનાના અંતમાં વડાપ્રધાન જઈ શકે છે અમેરિકા
  • વડાપ્રધાનના અમેરિકા પ્રવાસની તૈયારીઓ પ્રારંભિક તબક્કામાં
  • હજુ સુધી વડાપ્રધાન કાર્યાલય તરફથી કરાઈ નથી પુષ્ટિ

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંત સુધીમાં અમેરિકા પ્રવાસે જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જોકે, આ અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સમાચાર એજન્સી ANI તરફથી મળેલી માહિતી અનુસાર આ યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

આ મહિનાના અંત સુધીમાં વડાપ્રધાન જઈ શકે છે અમેરિકાના પ્રવાસે

બાઈડનના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ મુલાકાત

સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, વડાપ્રધાનના આ પ્રવાસની તૈયારીઓ હજુ પ્રારંભિક તબક્કામાં છે. સંભવિત યોજના પ્રમાણે, વડાપ્રધાન મોદીની આ યાત્રાની તારીખ 24-24 સપ્ટેમ્બર માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, જો બાઈડેને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ તેઓ પ્રથમ વખત અમેરિકા પ્રવાસે જશે. આ અગાઉ તેઓ 2019માં અમેરિકા ગયા હતા. જ્યાં તેમણે હ્યુસ્ટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details