- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના પ્રવાસે
- વડાપ્રધાને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી
- વડાપ્રધાન ક્રુઝ પર લલિતા ઘાટ પહોંચ્યા હતા
ઉત્તરપ્રદેશઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉત્તરપ્રદેશના પ્રવાસે (PM Narendra Modi visits Varanasi UP) છે. અહીં વડાપ્રધાને હર હર મહાદેવના નાદ સાથે કાશી વિશ્વનાથ કોરિડોરનું (Kashi Vishwanath Corridor) લોકાર્પણ કર્યું હતું. આ પહેલા વડાપ્રધાને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા (Narendra Modi Kashi Vishwanath Temple) કરી હતી.
ફૂલોથી સન્માન
કાશી વિશ્વનાથ કોરિડોર નિર્માણ (Kashi Vishwanath Corridor) કરનારા લોકોનું તેમને ફૂલોથી સન્માન કર્યું હતું. આ સાથે જ તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો. કાશી વિશ્વનાથ મંદિરમાં પવિત્ર મંત્રોચ્ચારણ વચ્ચે વડાપ્રધાને પૂજા કરી હતી. અહીં તેઓ ગંગાજળ લઈને પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે થોડી જ વારમાં વડાપ્રધાન કાશી વિશ્વનાથ કોરિડોરનું (Kashi Vishwanath Corridor) લોકાર્પણ કર્યું હતું.
કાશી અવિનાશી છે
PM મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે કાશી કાશી છે. કાશી અવિનાશી છે. અહીં એક જ સરકાર છે. જેમના હાથમાં ડંબ્રુ છે તેમની સરકાર છે. જ્યાં ગંગા પ્રવાહ બદલીને વહે છે, તેને કોણ રોકી શકે? કાશીમાં જે કંઈ થાય છે તે મહાદેવની ઈચ્છાથી થાય છે અને આજે જે કંઈ પણ થયું તે મહાદેવે કરી બતાવ્યું. તેમણે ભોજપુરીમાં કહ્યું કે તેની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. જ્યારે પણ બાબાને પોતાની શક્તિ બતાવવાની હોય ત્યારે કાશીની જનતા જ માધ્યમ હોય છે. કોરોનાના સમયમાં પણ મહાદેવે અહીં કામ અટકવા દીધું ન હતું.