- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું ઉદ્ધાટન
- યોગી આદિત્યનાથ, આનંદીબેન પટેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપસ્થિત રહ્યા
- ભારત વિશ્વભરમાં બૌદ્ધ સમાજની શ્રદ્ધા, આસ્થા અને પ્રેરણા કેન્દ્ર છે: નરેન્દ્ર મોદી
કુશીનગર,ઉત્તરપ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે સવારે કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું ઉદ્ધાટન કર્યું છે. પ્રારંભિક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, નાગરિક ઉડ્ડયન જ્યોતિરાદિત્ય સિંધિયા, ઘણાં દેશોના રાજદૂત અને શ્રિલંકાનું એક વિશેષ પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વભરમાં બૌદ્ધ સમાજની શ્રદ્ધા, આસ્થા અને પ્રેરણા કેન્દ્ર છે. આજે કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકની આ સુવિધાઓ એક પ્રકારે તેમની શ્રદ્ધાને સમર્પિત છે.
ઉડાન યોજના આગળ વધશે: નરેન્દ્ર મોદી
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભગવાન બુદ્ધથી જોડાયેલા સ્થળોને વિકસાવવા માટે વધુ સારી કનેક્ટિવીટી માટે શ્રદ્ધાળુંઓની સુવિધા માટે ભારત દ્વારા આજે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કુશીનગર વિકાસ ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ઉડાન યોજના આગળ વધશે. કેટલાક વર્ષોમાં 900 થી વધુ નવા રૂટ પર અનુમતિ અપાઈ ચૂકી છે. જેમાંથી 350 થી વધુ હવાઈ સેવા શરૂ થશે. 50 થી વધુ નવા એરપોર્ટ અથવા જે સર્વિસમાં નથી, તે ચાલુ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દેશનું એવિએશન સેક્ટર પ્રોફેશનલી ચાલે, સુવિધાઓ અને સુરક્ષાને પ્રાથમિકતા મળે તેના માટે તાજેતરમાં એર ઇન્ડિયાથી જોડાયેલું મોટું કદમ દેશે ઉઠાવ્યું છે. આવા જ એક મોટા રીફોર્મ ડિફેન્સ એરસ્પેસને સિવિલ યુઝ માટે ખોલવાથી જોડાયેલો છે.
આનંદીબેન, યોગી આદિત્યનાથ સહિત અન્ય જનપ્રતિનિધિઓએ મોદીનું સ્વાગત કર્યું
આ પહેલા સવારે 10 વાગ્યે વડાપ્રધાન મોદી કુશીનગર પહોંચ્યાં હતા. એરપોર્ટ પર પણ ટર્મિનલ બિલ્ડિંગ પાસ રાજ્યપાલ આનંદીબેન, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત અન્ય જનપ્રતિનિધિઓએ મોદીનું સ્વાગત કર્યું હતું. નાગરિક ઉડ્ડયન જ્યોતિરાદિત્ય સિંધિયાના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ અભિનંદન કર્યું હતું. કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ભાગ લેવા માટે આજે સવારે શ્રિલંકા તરફથી 155 સભ્ય બૌદ્ધ ભિક્ષુઓ અને શ્રિલંકાના પ્રધાનોની ફ્લાઇટ એરપોર્ટ પર છે. તેમનું સ્વાગત યોગી અને નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું હતું.