ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IIT Kanpur Convocation : વડાપ્રધાન મોદીએ IIT કાનપુરના 54મા દીક્ષાંત સમારોહમાં કર્યું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે કાનપુર મેટ્રો સેક્શન અને બીના-પંકી પ્રોજેક્ટનું (PM Modi will inaugurate Kanpur Metro) ઉદ્ઘાટન કર્યુ હતું. તેઓ IIT કાનપુરના 54મા દીક્ષાંત સમારોહને પણ (PM Modi will address the 54th Convocation of Kanpur) સંબોધિત કરી રહ્યા છે.

IIT Kanpur Convocation : PM નરેન્દ્ર મોદી જોડાયા
IIT Kanpur Convocation : PM નરેન્દ્ર મોદી જોડાયા

By

Published : Dec 28, 2021, 9:35 AM IST

Updated : Dec 28, 2021, 12:23 PM IST

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવાર કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટ અને બીના-પંકી મલ્ટિપ્રોડક્ટ પાઈપલાઈન પ્રોજેક્ટના પૂર્ણ થયેલા સેક્શનનું (PM Modi will inaugurate Kanpur Metro) ઉદ્ઘાટન કરવા કાનપુરની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ રવિવારે આ માહિતી આપી હતી. વડાપ્રધાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુરના 54મા દીક્ષાંત સમારોહને પણ સંબોધિત (PM Modi will address the 54th Convocation of Kanpur) કરી રહ્યા છે.

PM MODI INAUGURATE METRO RAIL PROJECT : PM મોદી કાનપુરમાં મેટ્રોનું કરશે ઉદ્ઘાટન

IIT કાનપુરથી મોતી ઝિલ સુધીનો નવ કિલોમીટર લાંબો પટ

PMOના નિવેદનમાં જણાવ્યું હતું કે, શહેરી ગતિશીલતામાં સુધારો એ વડાપ્રધાનના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંનું એક છે. કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના (Kanpur Metro Rail Project) સંપૂર્ણ સેક્શનનું ઉદ્ઘાટન આ દિશામાં બીજું મોટું પગલું છે. તે IIT કાનપુરથી મોતી ઝિલ સુધીનો નવ કિલોમીટર લાંબો પટ છે.

વડાપ્રધાન કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે

વડાપ્રધાન કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું નિરીક્ષણ (PM Modi will oversee the Kanpur Metro Rail project)કરશે અને IIT મેટ્રો સ્ટેશનથી ગીતા નગર સુધી મેટ્રો રાઈડ (Pum Modi will ride the metro) કરશે. કાનપુરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની સમગ્ર લંબાઈ 32 કિમી છે અને તે 11,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહી છે.

PM MODI INAUGURATE METRO RAIL PROJECT : PM મોદી કાનપુરમાં મેટ્રોનું કરશે ઉદ્ઘાટન

બીના રિફાઈનરીમાંથી પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહનમાં મદદ કરશે

એક નિવેદનમાં જણાવાયું હતું કે, 356-km-લાંબા બીના-પંકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટની ક્ષમતા વાર્ષિક 34.5 લાખ મેટ્રિક ટન છે. મધ્યપ્રદેશની બીના રિફાઈનરીથી કાનપુરના પંકી સુધી ફેલાયેલ આ પ્રોજેક્ટ 1500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તે પ્રદેશમાં બીના રિફાઈનરીમાંથી પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહનમાં મદદ કરશે.

IIT કાનપુરના દીક્ષાંત સમારોહમાં વડાપ્રધાન મુખ્ય અતિથિ રહેશે

IIT કાનપુરના દીક્ષાંત સમારોહમાં વડાપ્રધાન મુખ્ય અતિથિ રહ્યા. કોન્વોકેશન દરમિયાન તમામ વિદ્યાર્થીઓને નેશનલ બ્લોકચેન પ્રોજેક્ટ હેઠળ સંસ્થામાં વિકસિત ઇન-હાઉસ બ્લોકચેન સંચાલિત ટેકનોલોજી દ્વારા ડિજિટલ ડિગ્રી એનાયત કરાઈ. નિવેદનમાં જણાવાયું હતું કે, વડાપ્રધાન બ્લોકચેન આધારિત ડિજિટલ ડિગ્રી લોન્ચ કરી. આ ડિજિટલ ડિગ્રી વૈશ્વિક સ્તરે ચકાસી શકાય છે.

આ પણ વાંચો:હૈદરાબાદમાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા થશે શરૂ

આ પણ વાંચો:પ્રાઈવેટ કંપનીઓ માલામાલઃ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ પાછળ વધુ 2 હજાર કરોડની લ્હાણી

Last Updated : Dec 28, 2021, 12:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details