- વડાપ્રધાન મોદી યોગી આદિત્યાનાથ સાથે કરશે વર્ચુઅલબેઠક
- રામ મંદિરના કામની પણ કરવામાં સમિક્ષા
- 10 મહિના પહેલા મોદી ગયા હતા અયોધ્યા
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થઈ રહેલા વિકાસ કાર્યોને લઈને મહત્વપૂર્ણ બેઠક કરશે. અહેવાલો અનુસાર PM મોદી આ બેઠકમાં રામ મંદિર નિર્માણમાં થઈ રહેલી પ્રગતિની સમીક્ષા પણ કરી શકે છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) PM મોદીને વિસ્તૃત માહિતી આપશે.
વિકાસ કાર્યોની સમીક્ષા
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ મીટિંગમાં અયોધ્યાના વિકાસ માટે ભાવિ દ્રષ્ટિ રજૂ કરશે. બેઠક દરમિયાન સીએમ યોગી અને વડા પ્રધાન વચ્ચે અયોધ્યાના રસ્તાઓના આધુનિકીકરણ, માળખાગત સુવિધા, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ અને અન્ય ઘણા બાકી પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા થશે.