નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના (Omicron Cases in India) અને તેના નવા વેરિઅંન્ટ ઓમિક્રોનના વધતા જોખમોને ગંભીરતાથી લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Council Of Ministers) આજે કેબિનેટની બેઠક (PM Modi Hold Cabinet Meeting) યોજશે. આ બેઠક લગભગ બપોરે 4 વાગ્યે થવાની સંભાવના છે.
ઓમિક્રોનના વધતા કેસ અંગે ચર્ચા
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના મહામારીને રોકવા અને ઓમિક્રોનના વધતા કેસ અંગે ચર્ચા કરી શકે છે. આ સાથે, તેનુ નિવારણ કરવા માટેના એક્શન પ્લાન તૈયાર કરવા પર પણ ચર્ચા કરી શકે છે. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં મોટાભાગના પ્રધાનો હાજરી આપશે. આ બેઠકમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ શકે છે.
ભારતમાં 'ઓમિક્રોન'ના 781 કેસ
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ(Covid-19 new cases) 'ઓમિક્રોન'ના 781 કેસ (omicron new cases) નોંધાયા છે, જેમાંથી 241 લોકો સાજા થયા છે, આ કેસ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે(Ministry of Health and Family Welfare) આજે બુધવારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં 'ઓમિક્રોન'(Omicron)ના સૌથી વધુ 238 કેસ છે, મહારાષ્ટ્રમાં 167, ગુજરાતમાં 73, કેરળમાં 65 અને તેલંગાણામાં 62 કેસ છે.
સંક્રમિતોની સંખ્યા વધીને 3,48,08,886 થઈ