ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Operation Dost : PM મોદીની 'ઓપરેશન દોસ્ત'ના સભ્યો સાથે મુલાકાત, કહ્યું - દેશને તમારા પર ગર્વ

વડાપ્રધાન મોદીએ ભૂકંપગ્રસ્ત તુર્કીમાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ સભ્યો સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ તુર્કીથી પરત ફરેલી ડોગ સ્કવોડ સહિતની ટીમોને અભિનંદન પાઠવ્યા હતા. NDRFના જવાનોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, તમે ભારતને ગૌરવ અપાવ્યું છે.

પ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીથી પરત ફરેલી ડોગ સ્કવોડ સહિતની ટીમોને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીથી પરત ફરેલી ડોગ સ્કવોડ સહિતની ટીમોને અભિનંદન પાઠવ્યા હતા.

By

Published : Feb 21, 2023, 5:26 PM IST

નવી દિલ્હી: 6 ફેબ્રુઆરીના રોજ તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ તુર્કીને તમામ સંભવ મદદ કરવા સૂચના આપી હતી. જેમાં ભારત દ્વારા NDRFની કુલ ત્રણ ટીમોને 7 ફેબ્રુઆરીએ ભૂકંપ પ્રભાવિત દેશમાં મોકલવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીથી પરત ફરેલી ડોગ સ્કવોડ સહિતની ટીમોને અભિનંદન પાઠવ્યા હતા.

'ઓપરેશન દોસ્ત'ના સભ્યો સાથે મુલાકાત: વડાપ્રધાન મોદીએ તુર્કીમાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ સભ્યો સાથે વાતચીત કરી હતી. જ્યાં તેમણે આપત્તિરાહત ટીમોની પ્રશંસા કરતા કહ્યું કે ભારત એક નિઃસ્વાર્થ રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. 6 ફેબ્રુઆરીના રોજ તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તેના કલાકોમાં ભારતે જવાબ આપ્યો. ભૂકંપથી તબાહ થયેલા તુર્કીમાં ભૂકંપગ્રસ્ત દેશોને મદદ પહોંચાડવા માટે ભારતે 'ઓપરેશન દોસ્ત' શરૂ કર્યું.

President Joe Biden : જો બાઈડેને લીધી યુક્રેનની આશ્ચર્યજનક મુલાકાત, કહ્યું- અમેરિકા યુક્રેનને શક્ય તમામ મદદ કરશે

અંગત અનુભવો શેર કર્યા: વડાપ્રધાન સાથેની વાતચીતમાં NDRFના કર્મચારીઓએ તુર્કીમાં બચાવ અભિયાન હાથ ધરતી વખતે તેમના અંગત અનુભવો શેર કર્યા હતા. કેટલાક તેઓએ જે દ્રશ્યો જોયા છે તેનું વર્ણન કરતાં ભાવુક થઈ ગયા હતા. કેટલાક કર્મચારીઓ પ્રથમ વખત ભારતની બહાર જઈ રહ્યા હતા, જ્યારે કેટલાક તુર્કીમાં લોકોની મદદ કરવા માટે તેમના પરિવાર અને બાળકોને છોડીને ગયા હતા. કમાન્ડિંગ ઓફિસરે કહ્યું, "ત્યાં એક દર્દીના એક સંબંધીએ કહ્યું, તમે અમારા માટે પિતા જેવા જ છો. હું તમને ખાતરી આપું છું કે મારા દેશની આવનારી પેઢી તમારા પ્રયાસોને યાદ રાખશે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે તુર્કીમાં મેં જે જોયું એ દ્રશ્યોને ક્યારેય ભૂલી શકતો નથી.

Karnataka IAS vs IPS spat: IPS રૂપા મૌદગીલ અને IAS રોહિણી સિંધુરીની પોસ્ટિંગ વગર બદલી

NDRFના પ્રયાસોની પ્રશંસા: NDRFના જવાનોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, તમે ભારતને ગૌરવ અપાવ્યું છે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત પ્રથમ પ્રતિસાદકર્તા તરીકે ઉભરી આવ્યું છે અને વિશ્વના કોઈપણ ભાગમાં કુદરતી આફતનો ભોગ બનેલા કોઈપણ દેશને મદદ કરી છે. ભારતે પોતાની જાતને એક આત્મનિર્ભર અને નિઃસ્વાર્થ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરી છે. હું NDRFના પ્રયાસોની પ્રશંસા કરું છું, પરંતુ આપણે વિશ્વની શ્રેષ્ઠ બચાવ અને રાહત ટીમ તરીકે અમારી ઓળખ મજબૂત કરવાની જરૂર છે," નરેન્દ્ર મોદીએ ઉમેર્યું.

ABOUT THE AUTHOR

...view details