- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જલવા હજૂ પણ
- પીએમ મોદીએ મંજૂરીના રેટિંગમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું
- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને બ્રિટને પણ છોડ્યા પાછળ
નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જલવા હજૂ પણ છે. પીએમ મોદીએ મંજૂરીના રેટિંગમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને પાછળ છોડી દીધા છે.
પીએમ મોદીની અપ્રૂવલ રેટિંગ
માહિતી અનુસાર, પીએમ મોદીની અપ્રૂવલ રેટિંગ 70 ટકાની નજીક છે. 13 વૈશ્વિક નેતાઓમાં આ સૌથી વધુ છે. રેટિંગ એજન્સી ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં આ વાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે, 2 સપ્ટેમ્બરના રોજ અપડેટ થયેલા આ સર્વેમાં પીએમ મોદી દુનિયાના ઘણા વડાઓ કરતા ઘણા આગળ છે. આ યાદીમાં પીએમ મોદી, મેક્સિકોના રાષ્ટ્રપતિ આન્દ્રે મેન્યુઅલ, ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, કેનેડાના વડાપ્રધાન ટ્રુડો, બ્રિટિશ પીએમ બોરિસ જોનસન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો પણ સામેલ છે. જોડાયા..