કિશ્તવાડ/જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં SUV કાર રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત (8 Dead in Accident in Jammu And Kashmir) થયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત (PM Modi expressed grief over the Kishtwar incident) કર્યો છે. ટ્વીટમાં લખ્યું કે, હું કિશ્તવાડમાં થયેલા અકસ્માતથી દુખી છું. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઈજાગ્રસ્તને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. PMNRF દ્વારા દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા (Announced compensation) આપવામાં આવશે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
આ પણ વાંચોતાલિબાને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી પીછેહઠની પ્રથમ વર્ષગાંઠ ઉજવી
કિશ્તવાડમાં માર્ગ અકસ્માતમાં 8ના થયા મોતઅધિકારીઓએ જણાવ્યું હતું કે 'સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ' (SUV) પ્રવાસીઓ સાથે ચિંગમથી ચત્રુ જઈ રહી હતી. બપોરના 3.15 કલાકે બોંડા ગામ પાસે આ વાહન અકસ્માતનો શિકાર (Road Accident In Jammu And Kashmir) બન્યું હતું. પોલીસ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સ્થાનિક રહેવાસીઓની બચાવ ટુકડીઓ પહાડી માર્ગ પરથી SUV કાર ખાડામાં પડી જતાં તરત જ એક્શનમાં આવી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય 3 લોકોએ હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ દમ તોડી દીધો (8 Dead in Accident in Jammu And Kashmir) હતો.
આ પણ વાંચોસોવિયેત સંઘના ભૂતપૂર્વ પ્રમુખ મિખાઈલ ગોર્બાચેવનું 91 વર્ષની વયે અવસાન
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીઅન્ય ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કિશ્તવાડના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શફકત ભટ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીની દેખરેખ કરી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને કહ્યું છે કે, તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. પૂર્વ પ્રધાન જીએમ સરોરીએ પણ દુર્ઘટનામાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વળતરની માગ કરી છે.