ન્યુઝ ડેસ્કઃ NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી (Droupadi Murmu wins presidential election) લીધી છે. મતગણતરીના ત્રીજા રાઉન્ડમાં તેમને રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકા વોટ મળ્યા છે. તેમણે વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને જંગી અંતરથી હરાવ્યા હતા.
મતગણતરીનો હજુ એક રાઉન્ડ બાકી છે, પરંતુ તે માત્ર ઔપચારિકતા છે. કુલ ત્રણ રાઉન્ડની વાત કરીએ તો કુલ મત 3219 હતા. તેમની કિંમત 8,38,839 હતી. તેમાંથી દ્રૌપદી મુર્મુને 2161 મત (મૂલ્ય 5,77,777) મળ્યા. જ્યારે યશવંત સિંહાને 1058 મત (મૂલ્ય 2,61,062) મળ્યા.
દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી
આ પણ વાંચોઃસુરતની ભાવિકાએ દ્રોપદી મુર્મુ પર પુસ્તક બનાવી સોનિયા ગાંધી-મમતા બેનર્જીને મોકલી
પીએમ મોદી દિલ્હીમાં દ્રૌપદી મુર્મુના ઘરે પહોંચ્યા (PM Modi congratulates Droupadi Murmu) છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ અહીં તેમની સાથે છે. બંનેએ મુર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી
આ પણ વાંચોઃદ્રૌપદી મુર્મૂ પહેલા આ 14 લોકો રહી ચૂક્યા છે રાષ્ટ્રપતિ, જાણો તે કોણ હતા અને શું હતા તેના કાર્યો
રાજનાથ સિંહે પણ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અસરકારક જીત નોંધાવવા માટે શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને અભિનંદન. તે ગામડાઓમાં, ગરીબો, વંચિતો તેમજ ઝૂંપડપટ્ટીમાં લોક કલ્યાણ માટે સક્રિય રહી છે. આજે તે તેમની વચ્ચેથી સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચી છે. આ ભારતીય લોકશાહીની તાકાતનો પુરાવો છે.
દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી