- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પોતાને મળેલી ભેટ અને ઉપહારોની કરી ઈ-હરાજી
- ઈ-હરાજીમાં સરદાર પટેલની મૂર્તિની (Statue of Sardar Patel) સૌથી વધુ 140 બોલી લગાવવામાં આવી
- નીરજ ચોપરાએ (Neeraj Chopra) વડાપ્રધાનને ભેટમાં આપેલા ભાલાની 1.50 કરોડ રૂપિયાની બોલી લાગી
ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ કરવામાં આવેલા પ્રતિષ્ઠિત ઉપહારો અને સ્મૃતિ ચિન્હોની ઈ-હરાજીનો ત્રીજો તબક્કો 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર 2021 સુધી યોજાયો હતો. વેબપોર્ટલ www.pmmementos.gov.inના માધ્યમથી આ ઈ-હરાજી યોજાઈ હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, ઈ-હરાજીથી થનારી આવક 'નમામિ ગંગે' પહેલમાં ઉપયોગમાં લેવાશે. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે, જેમણે દેશની જીવનરેખા- પવિત્ર નદી ગંગાના રક્ષણ અને કાયાકલ્પના મહાન કાર્ય માટે તેમને મળેલા ઉપહારોની હરાજી કરી છે.
આ પણ વાંચો-31 ઓક્ટોબરના દિવસે PM મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ
ઈ-હરાજીના આ ત્રીજા તબક્કા માટે કુલ 1,348 સ્મૃતિ ચિન્હ રખાયા
ઈ-હરાજીના આ ત્રીજા તબક્કા માટે કુલ 1,348 સ્મૃતિ ચિન્હ રાખવામાં આવ્યા હતા, જેને જનતા વચ્ચે એક મોટી રૂચિ ઉત્પન્ન કરી હતી. ઈ-હરાજીના આ તબક્કામાં મુખ્ય વસ્તુઓમાં મેડલ વિજેતા ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક, અયોધ્યા રામ મંદિરના મોડલ, વારાણસીના રુદ્રાક્ષ ઓડિટોરિયમ અને અનેક કિંમતી તેમ જ સંગ્રહણીય વસ્તુઓ સામેલ રહી હતી. આ વસ્તુઓ માટે 8,600થી વધુ બોલી લગાવવામાં આવી હતી.
આ પણ વાંચો-PM મોદીએ દેશને સમર્પિત કર્યા 35 ઑક્સિજન પ્લાન્ટ, ઉત્તરાખંડના CMની પીઠ થપથપાવી
ગણેશજીની લાકડાની મૂર્તિ માટે 117 બોલી લાગી
ઈ-હરાજીમાં સૌથી વધુ 140 બોલી સરદાર પટેલની મૂર્તિ માટે લગાવવામાં આવી હતી. જ્યારે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ વડાપ્રધાનને આપેલા જેવલિન (ભાલા) માટે 1.5 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. આ ઉપરાંત ગણેશજીની લાકડાની મૂર્તિ માટે 117, પૂણે મેટ્રો લાઈનના સ્મૃતિ ચિન્હ માટે 104 અને વિજય લૌ સ્મૃતિ ચિહ્ન માટે 98 બોલી લગાવવામાં આવી હતી. તો ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ ઓલિમ્પિક દળના સન્માન સમારોહમાં વડાપ્રધાનને એક જેવલિન (ભાલો) ભેટમાં આપ્યો હતો.