ગુજરાત

gujarat

ETV Bharat / bharat

18મી આસિયાન ઈન્ડિયા સમિટ અને 16મી ઈસ્ટ એશિયા સમિટમાં વડાપ્રધાન મોદી 9મી વખત આપશે હાજરી, જાણો કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન (ASEAN)ની બેઠક આ વખતે વર્ચ્યુઅલ રીતે યોજાશે. વડાપ્રધાન નવમી વખત આપશે હાજરી. કોવિડ-19 ઉપરાંત 28 ઓક્ટોબરે આસિયાન સમિટમાં ભારતની આસિયાન દેશો સાથેની ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

PM Modi to attend India-ASEAN summit
PM Modi to attend India-ASEAN summit

By

Published : Oct 26, 2021, 10:07 AM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમી વખત આસિયાન સમિટમાં ભાગ લેશે
  • ભારતની આસિયાન દેશો સાથેની ભાગીદારી પર ચર્ચા
  • આ વખતે વર્ચ્યુઅલ યોજાશે ASEANની બેઠક

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયાના આમંત્રણ પર ગુરુવારે દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના 18મા સંગઠન(18th ASEAN-India summit), ASEAN-ભારત સમિટમાં ભાગ લેશે. આ મહત્વપૂર્ણ પરિષદમાં, આસિયાન-ભારત વ્યૂહાત્મક ભાગીદારી, કોવિડ -19 અને આરોગ્ય, વેપાર, શિક્ષણ અને જોડાણ સહિતના અન્ય મુખ્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં 17મી આસિયાન સમિટમાં ભાગ લીધો હતો. આ વખતે વડાપ્રધાન નવમી વખત આપશે હાજરી એટલે કે તેઓ નવમા આસિયાન-ભારત સમિટમાં ભાગ લેશે.

આસિયાન અને ભારતને ટોચના સ્તરે વાતચીત કરવાની તક

સોમવારે એક નિવેદનમાં પીએમઓએ કહ્યું કે આસિયાન દેશોના રાજ્યો અને સરકારના વડાઓ ડિજિટલ રીતે યોજાનાર આસિયાન સંમેલનમાં ભાગ લેશે. આ કોન્ફરન્સનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે, જે આસિયાન અને ભારતને ટોચના સ્તરે વાતચીત કરવાની તક પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચામાં PMOએ જણાવ્યું હતું કે બુધવારે, આ ઇવેન્ટના એક દિવસ પહેલા, વડાપ્રધાન ડિજિટલ માધ્યમ દ્વારા 16મી પૂર્વ-એશિયા સમિટ (16th East Asia Summit)માં પણ ભાગ લેશે. આ કોન્ફરન્સમાં દરિયાઈ સુરક્ષા અને આતંકવાદ સહિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય હિતના મુદ્દાઓ અને ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવશે.

PM Modi to attend India-ASEAN summit

આ પણ વાંચો:ભારત કોવિડ-19 આસિયાન રિસ્પોન્સ ફંડમાં 10 લાખ ડોલર આપશે

વેપાર અને રોકાણની સાથે સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રોમાં સહયોગ

પૂર્વ એશિયાઇ સમિટ એ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના મુખ્ય વ્યૂહાત્મક મુદ્દાઓ અને આ ક્ષેત્રમાં વિશ્વાસ-નિર્માણની મુખ્ય પદ્ધતિ પર ચર્ચા કરવા માટે અગ્રણી નેતૃત્વની આગેવાની હેઠળનું મંચ છે. આ ફોરમે પૂર્વ એશિયાના વ્યૂહાત્મક અને ભૌગોલિક ઉત્ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમાં 10 આસિયાન દેશોના સભ્યો સિવાય ભારત, ચીન, જાપાન, કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને રશિયાનો સમાવેશ થાય છે. PMOએ કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈના સુલતાનના આમંત્રણ પર 28 ઓક્ટોબરે ડિજિટલી આયોજિત થનારી 18મી આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે." છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને આસિયાન દેશો વચ્ચેના સંબંધોમાં પ્રગતિ જોવા મળી છે. આ દરમિયાન વેપાર અને રોકાણની સાથે સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રોમાં સહયોગને આગળ વધારવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:વડાપ્રધાન મોદી થાઈલેન્ડના પ્રવાસે, 16મી આસિયાન ભારત સમિટમાં ભાગ લીધો

આસિયાન જૂથ ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી'નું મુખ્ય કેન્દ્ર

પીએમઓએ કહ્યું કે આસિયાન-ભારત ભાગીદારી મજબૂત વહેંચાયેલ ભૌગોલિક, ઐતિહાસિક અને સભ્યતાના પાયા પર આધારિત છે. આસિયાન જૂથ ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી'નું મુખ્ય કેન્દ્ર છે અને તેની શરૂઆતથી જ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે વ્યાપક અભિગમ છે. વર્ષ 2022 આસિયાન-ભારત સંબંધોના 30 વર્ષનું સાક્ષી બનશે. ASEANનો હેતુ સામાન્ય હિત અને ચિંતાના રાજકીય અને સુરક્ષા મુદ્દાઓ પર રચનાત્મક સંવાદને પ્રોત્સાહન આપવાનો છે અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વિશ્વાસ અને નિવારક મુત્સદ્દીગીરી બનાવવાના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપવાનો છે.

ABOUT THE AUTHOR

...view details