ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાના કારણે કુંભ મેળો પ્રતિકાત્મક રાખવા વડાપ્રધાન મોદીએ સંતોને અપીલ કરી - કુંભ મેળો પ્રતીકાત્મક હોવો જોઈએ

ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજાઈ રહેલા કુંભ મેળામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો સહિત શ્રદ્ધાળુઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત સમાજને કુંભને પ્રતિકાત્મક રાખવાની અપીલ કરી છે, જેથી કોરોનાની મહામારી સામે મજબૂતી સાથે લડી શકાય.

કોરોનાના કારણે કુંભ મેળો પ્રતિકાત્મક રાખવા PM મોદીએ સંતોને અપીલ કરી
કોરોનાના કારણે કુંભ મેળો પ્રતિકાત્મક રાખવા PM મોદીએ સંતોને અપીલ કરી

By

Published : Apr 17, 2021, 11:13 AM IST

  • હરિદ્વારના કુંભ મેળામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે
  • મોટી સંખ્યામાં સાધુ-સંતો સહિત શ્રદ્ધાળુઓ થઈ રહ્યા છે કોરોના સંક્રમિત
  • વડાપ્રધાને સ્થિતિની ગંભીરતા સમજી સાધુ-સંતોને અપીલ કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી શનિવારે સંત સમાજ સાથે વાતચીત કરી હતી. આ સાથે જ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળાને પ્રતિકાત્મક રાખવા વડાપ્રધાને અપીલ કરી હતી, જેથી કોરોના મહામારી સામે મજબૂતીથી લડી શકાય.

આ પણ વાંચોઃહરિદ્વારમાં 5 દિવસમાં કોવિડના નવા 2,167 કેસ આવ્યા સામે, કુંભનું આયોજન રહેશે ચાલુ

વડાપ્રધાને આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ સાથે ફોન પર વાતચીત કરી

વડાપ્રધાને ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી કે, તેમણે આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ સાથે ફોન પર વાતચીત કરી હતી. તે દરમિયાન સંત સમાજથી તેમણે અપીલ કરી હતી. તેમણે કહ્યું મેં પ્રાર્થના કરી છે કે 2 શાહી સ્નાન થઈ ચૂક્યા છે ને હવે કુંભને કોરોનાના સંકટના કારણે પ્રતિકાત્મક રાખવામાં આવે, જેનાથી લોકોને કોરોનાથી બચાવી શકાય.

વડાપ્રધાને ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી

આ પણ વાંચોઃકુંભના મેળામાં કોરોનાના કેસ વધતા સમય પહેલા મેળો પૂર્ણ થવાની સંભાવના

સંતગણ તંત્રને દરેક પ્રકારનો સહયોગ કરી રહ્યા છે

વડાપ્રધાને અન્ય એક ટ્વિટમાં કહ્યું હતું કે, સ્વામી અવધેશાનંદ સાથે વાત કરીને તેમણે દરેક સંતોના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું દરેક સંતગણ તંત્રને દરેક પ્રકારનો સહયોગ કરી રહ્યા છે. મે એટલે જ સંત જગતનો આભાર વ્યક્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details