ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જવાહરલાલ નેહરુની 132મી જન્મજયંતિ : વડાપ્રધાન મોદી, સોનિયા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ - વડાપ્રધાન મોદી

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની (Former PM Jawaharlal Nehru) આજે રવિવારે 132મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) ટ્વિટ કરીને ચાચા નેહરુને ( JAWAHARLAL NEHRU BIRTH ANNIVERSARY) યાદ કર્યા હતા. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (CONGRESS PRESIDENT SONIA GANDHI) પણ શાંતિવનમાં જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપી હતી.

જવાહરલાલ નેહરુની 132મી જન્મજયંતિ
જવાહરલાલ નેહરુની 132મી જન્મજયંતિ

By

Published : Nov 14, 2021, 11:59 AM IST

  • દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની 132મી જન્મજયંતિ
  • વડા પ્રધાન મોદીએ પંડિત જવાહરલાલ નેહરુને આપી શ્રદ્ધાંજલિ
  • રાહુલ ગાંધી, સોનીયા ગાંધીએ પણ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને (Former PM Jawaharlal Nehru) તેમની 132મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વીટ કરીને પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ ( JAWAHARLAL NEHRU BIRTH ANNIVERSARY) આપી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ (CONGRESS PRESIDENT SONIA GANDHI) પણ પાઠવી શ્રદ્ધાંજલિ.

આ દરમિયાન, કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ (CONGRESS PRESIDENT SONIA GANDHI) પણ આજે રવિવારે શાંતિવનમાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાહુલ ગાંધીએ (RAHUL GANDHI) પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ અર્પી, ટ્વીટ કર્યું હતું કે, આપણને શાંતિની પેઢી-પંડિત જવાહરલાલ નેહરુની જરૂર છે. આજે દેશ ભારતના પ્રથમ વડાપ્રધાનને યાદ કરી રહ્યો છે, જેમણે સત્ય, એકતા અને શાંતિને ખૂબ મહત્વ આપ્યું હતું. જવાહરલાલ નેહરુની જન્મ તારીખ સમગ્ર દેશમાં બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details